August 8, 2026
ગુજરાત

પ્રાંતિજના નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડા નીકળવાનો મામલો ઘટના સ્થળની ટીડીઓ અને મામલતદારે લીધી મુલાકાત

સમગ્ર જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનનપુર ગામે જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી જો કે મહિલા ખુલી જગ્યા ઉપર લાકડા લેવા ગઈ હતી તે દરમિયાન જમીનમાં પગ ધસી પડતા પગ દાજયો હતો બાદમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી જોકે ધુમાડો વધુ પ્રસરતા ગામના સાનિકો ના ટોળેટોળા એકઠા થયા હતાસ્થાનિકોએ પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ધુમાડો નીકળતી જગ્યાએ પાણીનો છંટકાવ કર્યો હતો જોકે તે દરમિયાન તમારું નીકળવાનું બંધ થયું હતું પરંતુ આજે સવારે તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળની મુલાકાતે આવ્યા હતા અને બાદમાં જેસીબીની મદદ વડે જગ્યા ઉપર ખોદકામા કરવામાં આવ્યું હતું જોકે હાલ તો ધુમાડો નીકળવાનું બંધ થતા ખોદકામ કરી જગ્યા પર ખાડા કરી દેવામાં આવ્યા છે

પ્રાંતિજ તાલુકાની સીમમાં અલગ અલગ પ્રકારની સિરામિક્સ અને ઉદ્યોગો આવેલા છે ત્યારે ઉદ્યોગોની નીકરતી વેસ્ટ જે દસ્ત હોય છે તે દસ્ત આજુબાજુના ગ્રામજનો જમીનના પુરાણ માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ નનાનપૂર ગામે વર્ષો અગાઉ ડસ્ટ થકી પુરાણ કરવામાં આવ્યું હતું જોકે વર્ષો બાદ ગઈકાલે પુરાણ થયેલ જગ્યા પર ડસ્ટનના કારણે ધુમાડો નીકળતા તંત્ર દોડતું થયુ હતું ત્યારે હાલ તો  પ્રાથમિક અનુમાન પ્રમાણે કેમિકલ યુક્ત દસ્ત હોવાને લઇ ધુમાડો નીકળતો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે જોકે હાલતો નનપુર ગ્રામ પંચાયતના તલાટી દ્વારા અંબુજા નામની કંપનીની નોટિસ આપવામાં આવી છે જે જગ્યાએ દસ રાખવામાં આવે છે તે જગ્યાએ સફાઈ અને આગામી સમયમાં ગ્રામ પંચાયતની સીમમાં કોઈ પણ પ્રકારનો દસ ન નાખવા માટે નોટિસ આપી છે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે અને કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે

હાલ તો તંત્ર હરકતમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે એક પછી એક અધિકારીઓ મુલાકાતે આવી રહ્યા છે તો પંચાયત દ્વારા  અમ્બુજા એક્સપર્ટ લી ને નોટિસ આપી ત્રણ દિવસમાં કચરો હટાવવા જણાવ્યું છે ત્યારે હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું

Related posts

અમદાવાદમાં ચોમાસાના સમયે ખોદાયેલા ખાડા કામ થયું હોય કે ન થયું હોય સાત દિવસમાં ખાડા પૂરી દેવા સૂચના અપાઇ

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો