August 7, 2026
ગુજરાત

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

“અમદાવાદના રિક્ષાચાલકો પેસેન્જરને બેસાડવા-ઉતારવા માટે ચાર રસ્તા પર ગમે ત્યાં રિક્ષા ઉભી કરી દે છે. જેથી ઘણીવાર ગંભીર અકસ્માત સર્જાય છે સાથે સાથે  ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. જો કે રિક્ષાચાલકોનું આ દૂષણ દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે ચાર રસ્તા પર 50 મીટરની અંદર રિક્ષા ઉભી રાખવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં જો કોઇ રિક્ષાચાલક ચાર રસ્તાના 50 મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

રિક્ષાચાલકોની આ હરકતના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં કોઇપણ રિક્ષાચાલકને રિક્ષા ઉભી રાખવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં રિક્ષાચાલક ચાર રસ્તા પર 50 મીટરની ત્રિજ્યામાં રિક્ષા ઉભી રાખશે તો ટ્રાફિક પોલીસ તે રિક્ષા ડિટેઈન કરશે. રિક્ષાચાલકોના તમામ યુનિયનના આગેવાનો ટ્રાફિક પોલીસના આ નિર્ણય સાથે સહમત થયા હતા.

2.25 લાખ રિક્ષાની વચ્ચે 40 હજાર રિક્ષા પાર્ક થઇ શકે તેવા પાર્કિંગની વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા કરાઇ હોવાનો દાવો ટ્રાફિક પોલીસે કર્યો હતો. જો કે તેની સામે રિક્ષાચાલક યુનિયનના આગેવાનોનું કહેવું છે કે પાર્કિંગ બહુ જ ઓછા છે, જેના કારણે રિક્ષાચાલકોને રોડ પર રિક્ષા પાર્ક કરવી પડે છે. યોગ્ય જગ્યાએ પાર્કિંગ ફાળવવામાં આવે તો રિક્ષાચાલકો રોડ પર રિક્ષા પાર્ક કરશે નહીં.

Related posts

જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, ૧૫ જૂનથી ચોમાસુ શરૂ થશે

Ahmedabad Samay

મળો ગુજરાતના આનંદ કુમારને, ૪ વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપે છે અને ૩૦૦થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા

admin

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો