August 7, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

વડાપ્રધાન મોદી આજે સાંજે બે દિવસીય ગુજરાત મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ સહિત રાજ્‍યભરમાં ૫૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્‍ટ્‍સનું ઉદઘાટન અને શિલાન્‍યાસ કરશે. આ યોજનાઓમાં રેલ્‍વે, રોડ, શહેરી વિકાસ, વીજળી અને ઓટોમોબાઈલ ક્ષેત્રના મુખ્‍ય પ્રોજેક્‍ટ્‍સનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીના સ્‍વાગત-સત્‍કાર માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠને તૈયારીઓ પૂરી કરી દીધી છે. વડાપ્રધાન એરપોર્ટ ખાતે આવીને સીધા જ નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે યોજાનાર જાહેરસભાને સંબોધવા માટે રવાના થશે. જાહેરસભા બાદ વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને મંગળવારે બેચરાજી-માંડલ ખાતે હાંસલપુર ખાતે આવેલા મારૂતી કંપનીના ઇલેક્‍ટ્રીક વ્‍હીકલ પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરશે. ત્‍યાંથી અમદાવાદ એરપોર્ટ પરત ફરી વડાપ્રધાન નવી દિલ્‍હી તરફ જવા રવાના થશે

Related posts

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

વી.એસ હોસ્પિટલ કોરોના દર્દીમાટે શરૂ કરાઇ અને ખરાબ સારવારના વિવાદમાં પણ આવી,

Ahmedabad Samay

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્‍સામાં આ સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવાનો નિર્ણય લેવાયો

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો