October 5, 2026
ગુજરાતઅપરાધ

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.  કાળા બજારી કરતા બે ભાઈઓ સુનિલ અને મેહુલની 5 મહિના પછી ધરપકડ કરવામાં આવી.

સુરતમાં અગાઉ પણ આ પ્રકારે કાળાબજારી સામે આવી હતી.  ટોળકીઓ દ્વારા સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો, બિલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બહાર આવ્યું હતું.

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં બન્ને ભાઈઓ સામે કરોડોનું અનાજ સગેવગે કરી કાળાબજારમાં વેચી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓ સામે ઓક્ટોબરમાં કેસ દાખલ થયો હતો. ગોડાઉનના અન્ય મેનેજર તેમજ સાગરિતો પાસેથી અનાજ તેઓ ખરીદતા હતા. સસ્તા ભાવે અનાજ લઈને અનાજની ગુણો તેઓ બદલી નાખતા હતા.

અગાઉ સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦ના મુદ્દામાલ પકડાયો હતો.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ત્યારે આ મામલાની ગંભીરતાને જોતા અનાજની કાળા બજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

LCB ને મોટી સફળતા,લૂંટના ઇરાદે આવેલ પંજાબની ગેંગની કરી ધરપકડ

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

Ahmedabad Samay

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો