અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ છે. અહીં પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ ડિપાર્ટમેન્ટના તબીબો આ સમસ્યા સામે સ્પેશિયલ સૉલ બનાવી આપે છે. આ સૉલ દર્દીના પગના પ્રોપર મેજર અને અલાઇમેન્ટ લઇને બનાવવામાં આવે છે જેથી પગના તળિયાના ભાગે શરીરનું આખુ વજન સરખા પ્રમાણમાં વેચાઈ જતા કોઈ એક પાર્ટ ઉપર વધુ પ્રેસર આવતું અટકે છે અને દર્દીને જુદા જુદા ભાગોમાં થતા દુખાવા સામે રાહત મળે છે.
કેટલા સમય સુધી સૉલ ચાલે છે?
સામાન્ય રીતે આ સૉલ આપડે દૈનિક ઉપયોગમાં પહેરતા શૂઝના સૉલ જેવા જ હોય છે પણ તેની ગુણવત્તા અને શરીરનો ભાર સહેવા અને ચાલવાની અલાઇમેન્ટ સુધારવા માટે કેટલાક ભાગ ઉપસાવવામાં આવે છે. જેથી ચાલવામમાં ખુબ રાહત મળે છે.
જન્મજાત જે બાળકોના પગ ત્રાસ હોય તેમની માટે પણ મદદરૂપ
સ્પાઈન વિભાગના એચઓડી મિથિલેશ સોની કહે છે કે, સામાન્ય રીતે ઘણા બાળકોના પગ નાનપણથી ત્રાસા હોય છે જેથી તેમને ચાલવામાં કે દોડવામાં રાહત રહેતી નથી. અહીં બાળકો માટે તેમની સમસ્યા મુજબ એવા પણ સૉલ બનાવી આપવામાં આવે છે જેથી તેમને ચાલવા અને દોડવામાં મદદરૂપ થાય
