September 21, 2026
ગુજરાત

રાજકોટમાં ૧૯નાં રવિવારે હેલ્ધી બેબી કોમ્પીટીશન: દરે ભાગ લેનાર બાળકને પ્રોત્સાહિત ઈનામ તથા વિજેતાને અવનવા ઈનામોથી નવાજાશે

તંદુરસ્ત અને સ્વસ્થ બાળક દેશનું ભવિષ્ય ગણવામાં આવે છે લાયન્સ ક્લબ રાજકોટ આવકાર અને 360 જુનિયર પ્રી સ્કુલના સંયુક્ત ઉપક્રમે રવિવારે 19 માર્ચના રોજ હેલ્ધી બેબી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રંગીલા અને સંસ્કૃતિ પ્રિય રાજકોટમાં સામાજિક સ્વસ્થતા અને ખાસ કરીને બાળ આરોગ્યની જાળવણી માટે સામાજિક જાગૃતિ આવે તે માટે લાયન્સ ક્લબ રાજકોટ આવકાર અને 360 જુનિયર પ્રી સ્કૂલ દ્વારા પોતાનું પ્રથમ આયોજન એવા હેલ્ધી બેબી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ૧૯ માર્ચ ૨૦૨૩ રવિવારે સાંજે ચાર વાગે એક થી આઠ વર્ષના બાળકો માટે ૩૬૦ જુનિયર પ્રી સ્કૂલ ૯ જીવરાજપાર્ક સ્કૂલ સામે અંબિકા ટાઉનશીપ ખાતે આ સ્પર્ધા યોજાશે રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા બાલ આરોગ્યની તપાસ કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ચમકદાર આંખો. આરોગ્યપ્રદ વાળ મનમોહક હાસ્ય. અદભુત શિસ્ત અને વિવેક ક્યુટનેસ અને મગજ શક્તિને લગતી સ્પર્ધાઓ મા બાળકોના આરોગ્યની તપાસ માટે ડોક્ટર સંજયભાઈ દેસાઈ ડોક્ટર પ્રતીક્ષાબેન દેસાઈ, બાળ રોગ નિષ્ણાત ડોક્ટર ધર્મેશભાઈ ઓઝા ડોક્ટર જયદીપભાઇ કણસાગરા, ન્યુરો સાઈક્રેટિસ્ટ ડોક્ટર મિલનભાઈ રોકડ, ચર્મ રોગ નિષ્ણાત ડોક્ટર પ્રતિકભાઇ સિદ્ધપુરા ,ડેન્ટિસ્ટ ડોક્ટર સુષ્ટીબેન પટેલ, સેવા આપશે સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ અને વિવિધ ઉંમરના ગ્રુપમાં હેલ્ધી બેબી વિજેતા થનાર બાળકોને ઇનામોથી નવાજવામાં આવશે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન માટે ૯૫૧૨૦૬૬૩૬૦ પર સંપર્ક કરી રજી રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે

Related posts

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો