August 8, 2026
રમતગમત

WPL 2023: RCB સતત 5 હાર બાદ પણ પહોંચશે ફાઇનલમાં, જાણો પ્લેઓફનું સમીકરણ

વિમેન્સ પ્રીમિયર લીગ, પ્રથમ વખત આયોજીત થઈ છે, તે હવે તેની પ્લેઓફ મેચો તરફ આગળ વધી રહી છે. ગુજરાત જાયન્ટ્સ ને હરાવીને, મુંબઈ ઈન્ડિયન્સ એ આ સિઝનમાં સતત પાંચમી જીત નોંધાવી છે અને આ સાથે તેણે પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે બાકીની ટીમોનું શું થશે અને શું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકશે ?

વિમેન્સ પ્રીમિયર લીગમાં કુલ પાંચ ટીમો છે, જેમાંથી પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. જ્યારે નંબર-2 અને નંબર-3 ક્રમાંકિત ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે, જે ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં પહોંચશે.

ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ શું છે?

જો આપણે 14 માર્ચ સુધીની સ્થિતિ પર નજર કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. એટલે કે આ બંને ટીમો હવે સીધી ફાઇનલમાં જવાની રેસમાં છે. જણાવી દઈએ કે WPLમાં દરેક ટીમને 8-8 મેચ રમવાની હોય છે, આવી સ્થિતિમાં જે પણ ટીમ અંતમાં ટોપ પર હશે તે ફાઈનલમાં જશે.

જો આપણે અન્ય ટીમોના સમીકરણ પર નજર કરીએ તો, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ પોઇન્ટ ટેબલમાં નંબર-3 અને નંબર-4 પર છે, તેથી આ ટીમોને ટોપ-2માં સ્થાન મેળવવાની તક છે. પરંતુ પાંચમાંથી પાંચ હારી ચૂકેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે મુશ્કેલીઓ છે.

ટીમ                                   પોઈન્ટ

મુંબઈ ઈન્ડિયન્સ                   10

દિલ્હી કેપિટલ્સ                      8

યુપી વોરિયર્સ                        4

ગુજરાત જાયન્ટ્સ                   2

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર          0

શું RCB ક્વોલિફાય થઈ શકે છે?

RCB પાસે હજુ ત્રણ મેચ બાકી છે, જો તે તેની તમામ ત્રણ મેચ જીતી લે તો તેના કુલ 6 પોઈન્ટ થઈ જશે. પરંતુ તેમ છતાં તેણે અન્ય ટીમોના નસીબ પર નિર્ભર રહેવું પડશે. જો મુંબઈ અને દિલ્હીની ટીમો પોતાની બાકીની મેચો જીતી લે તો આરસીબીને ફાયદો થઈ શકે છે. કારણ કે આવી સ્થિતિમાં ગુજરાત-યુપીનો પરાજય થશે અને આરસીબીને આગળ વધવાની તક મળશે.

જો RCB છેલ્લી ત્રણ મેચ જીતે તો… 8 મેચ, 3 જીત, 5 હાર, કુલ પોઈન્ટ 6

 

આરસીબી ને પ્લેઓફ મા આવવુ હોય તો ગુજરાત યુપી સાથેની મેચ જીતે. જ્યારે તેની બાકીની મેચો હારી જાય.આ જ કારણ છે કે નિષ્ણાતોનું માનવું છે કે RCB માટે પ્લેઓફના દરવાજા બંધ છે, કારણ કે ઘણું બધું સમીકરણ અને ગણિત પર નિર્ભર છે. જો કે, અમે આઈપીએલમાં જોયું છે કે વસ્તુઓ કેવી રીતે બદલાય છે અને તે અહીં પણ થઈ શકે છે.

  • એલિમીનેટર: માર્ચ 24, શુક્રવાર.
  • ફાઈનલ મેચ: 26 માર્ચ, રવિવાર.

Related posts

25 વર્ષીય ગુરવિંદર સિંહે પુરુષોની 100 મીટર દોડની ફાઇનલમાં અદ્ભુત 10.09 સેકન્ડનો સમયમાં પૂર્ણ કરી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય રનર બન્યો

Ahmedabad Samay

ટોકયો ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમની સફર ૨૪ જુલાઈથી શરૂ થશે

Ahmedabad Samay

RCB vs DC: આજે બેંગ્લોર અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો કોણ જીતશે

Ahmedabad Samay

IND Vs AUS: વરસાદ ભારત-ઓસ્ટ્રેલિયા ODIમાં બની શકે છે વિઘ્ન, જાણો વિશાખાપટ્ટનમમાં આજે કેવું રહેશે હવામાન

Ahmedabad Samay

૧૩,૧૪,૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા યોજાઇ સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન

Ahmedabad Samay

IPL 2023 Points Table: દિલ્હીને હરાવીને ટોપ પર પહોંચી ગુજરાત ટાઇટન્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો