૨૩ જુલાઈથી શરૂ થઈ રહેલ ટોકયો ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમની સફર ૨૪ જુલાઈથી શરૂ થશે. મનપ્રીતસિંહની આગેવાનીમાં ભારતીય હોકી ટીમ ગોલ્ડમેડલ લાવશે તેવી ચાહકોને પૂરી આશા છે.
હોકી ટીમ માટેના ગ્રુપ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતની ટીમ ગ્રુપ-એ માં છે. સાથે જાપાન આર્જેન્ટીના, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ પણ ગ્રુપ- એ માં રાખવામાં આવ્યા છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૨૪મીએ પ્રથમ મુકાબલો રમાનાર છે. મેચ ભારતીય સમય અનુસાર ૬:૩૦ વાગે શરૂ થશે. બીજો મેચ ૨૫મીએ ઓસ્ટ્રેલીયા સામે બપોરે ૩ વાગ્યાથી શરૂ થશે. બાદ ૨૭મીએ સવારે ૬ વાગ્યાથી આર્જેન્ટીના સામે અને અંતિમ મુકાબલો જાપાન સામે રમાશે.