August 7, 2026
ગુજરાત

સુરત: રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી! સૌથી વધુ આ જિલ્લામાં યુવાનો બેરોજગાર, 2 વર્ષમાં ગટરની સફાઈથી 11 કર્મીના મોત

ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકારે ચોંકાવનારી વિગત રજૂ કરી છે. રોજગારીના મસમોટા દાવાઓની વચ્ચે વિધાનસભામાં રાજ્ય સરકારે બેરોજગારીના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. વિપક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 2,83,140 બેરોજગાર નોંધાયેલા છે.

વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી કે, રાજ્યના 31 જિલ્લાઓમાં શિક્ષિત બેરોજગાર 2,70,922 અને અર્ધ શિક્ષિત બેરોજગાર 12,219 મળીને કુલ 2,83,140 યુવાન બેરોજગાર છે. આ સાથે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, કુલ 4,70,444 બેરોજગારોને ખાનગીમાં રોજગારી પૂરી પાડવામાં આવી છે. જ્યારે સરકારી રોજગાર કચેરી દ્વારા કેટલા બેરોજગારોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે તે અંગે કોઈ માહિતી રજૂ કરવામાં નથી આવી. રજૂ કરાયેલા માહિતી મુજબ, રાજ્યમાં સૌથી વધુ બેરોજગાર વડોદરામાં 26,507 છે જ્યારે અમદાવાદમાં બેરોજગારોની સંખ્યા 17,896, રાજકોટમાં 12,006, ગાંધીનગરમાં 6,729 અને સુરતમાં 11,640 યુવાન બેરોજગાર છે.

બે વર્ષમાં 11 સફાઈકર્મીના મોત 

આ સાથે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં ગટર સાફ કરવા ઉતરેલા 11 સફાઈકર્મચારીઓના મોત થયા છે. સરકારે જણાવ્યું કે, વર્ષ 2021માં 7, વર્ષ 2022માં 4 સફાઈ કર્મચારીઓના મોત ગટર સાફ કરવાથી થયા છે. આ સાથે સરકારે જણાવ્યું કે, 5 મૃતકના પરિવારને સહાય પણ ચુકવવામાં આવી છે, જ્યારે અન્ય 6 મૃતક સફાઇકર્મચારીઓના પરિવારને સહાય ચુકવવાની બાકી છે.

Related posts

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા શાળાનો વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરાયુ

Ahmedabad Samay

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

અમદાવાદ – મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ

admin

૧૭મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્‍કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો