September 21, 2026
ટેકનોલોજી

Tecnoનો બજેટ ફોલ્ડેબલ ફોન આવ્યો ભારતમાં, શરૂ થઈ રહ્યો છે પહેલો સેલ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Tecno એ તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન Tecno Phantom V Fold ભારતમાં લોન્ચ કર્યો છે. ટેકનોનો આ ફોલ્ડેબલ ફોન ભારતીય બજારમાં પહેલાથી જ હાજર સેમસંગ ફોલ્ડેબલ ફોન સાથે કોમ્પિટિશન કરશે. Tecnoનો ફોલ્ડેબલ ફોન આ વર્ષે ફેબ્રુઆરીમાં MWC 2023માં પ્રથમ વખત ડેબ્યૂ થયો હતો. બ્રાન્ડે એમ પણ કહ્યું કે તે સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને અનુરૂપ ફોલ્ડેબલ ફોનનું ભારતમાં ઉત્પાદન કરશે. કંપનીએ કહ્યું કે ભારતમાં આ ફોનને લિમિટેડ સમય માટે ખાસ ડિસ્કાઉન્ટ કિંમતે વેચવામાં આવશે. 

11,111 સાથે વધારાનું રૂપિયા 5,000 ડિસ્કાઉન્ટ 
Tecno Phantom V Fold સ્માર્ટફોનની કિંમત ભારતમાં રૂ. 88,888 થી શરૂ થાય છે. અર્લી બર્ડ સેલ એમેઝોન ઇન્ડિયા પર 12 એપ્રિલથી શરૂ થવા જઇ રહ્યું છે, આ સમય દરમિયાન, સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયા પર 77,777 રૂપિયાની વિશેષ ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ થશે. આ સિવાય HDB બેંકના કાર્ડ પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

5000ની કિંમતની ફ્રી ટ્રોલી બેગ 
TECNO ફોન સાથે, લોકોને બે વર્ષ ની વોરંટી, 5,000 રૂપિયાની ફ્રી ટ્રોલી બેગ, છ મહિનામાં એકવાર ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ મળશે. કસ્ટમર્સને સ્ટેન્ડની સાથે ફ્રી ફાઈબર પ્રોટેક્ટિવ કેસ પણ મળે છે.

આપને જણાવી દઈએ કે ભારતમાં Samsung Galaxy Z Fold 4 5G ની શરૂઆતની કિંમત 1,54,999 રૂપિયા છે, આ કિંમત 12GB + 256GB વેરિઅન્ટની છે. આ ટેકનોનો પ્રથમ ફોલ્ડેબલ ફોન છે અને જ્યારે તેની ડિઝાઇન Galaxy Z Fold 4 જેવી જ છે પરંતુ તે Samsungના Fold 4 કરતા ઘણો બજેટ છે. કિંમતને જોતા, એવું કહી શકાય કે Tecno Phantom V Fold, સેમસંગ ગેલેક્સી Z Flip 4 (પ્રારંભિક કિંમત ₹ 89,999) અને Oppo Find N2 Flip (પ્રારંભિક કિંમત ₹ 89,999) ને ફ્લિપ-ફોલ્ડ સેગમેન્ટમાં સખત કોમ્પિટિશન આપી શકે છે. 

Related posts

મારુતિ જિમ્ની માટે રહો તૈયાર, આ SUV આ તારીખે થશે લોન્ચ! જાણો શું હોઈ શકે છે કિંમત

admin

હવે શરમમાં મૂકાવાથી બચાવશે Gmailનું આ નવું ફીચર, Googleએ આજથી લોન્ચ કર્યું

Ahmedabad Samay

UPI ના ટ્રાન્જેક્શન પર PIN દાખલ કરવાને બદલે હવે પોતાના ફેસ ID અથવા ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરીને ચુકવણીઓને પ્રમાણિત કરી શકશે

Ahmedabad Samay

IPhone 13 પર 10,000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ, Flipkart લાવ્યું છે આ શાનદાર ઑફર

admin

5G જૂનું થઈ ગયું, આવી રહ્યો છે 5.5Gનો યુગ, ઘણું બધુ બદલાશે, ઓટોમેશનનો યુગ થશે શરૂ

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે

Ahmedabad Samay