November 12, 2026
અપરાધ

અમદાવાદ: શાહીબાગમાં અજાણ્યા યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ

શાહીબાગમાં થોડા દિવસ પહેલા એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ મૃતક યુવકની ઓળખ ન થતા આ કેસ પોલીસ માટે ખૂબ જ જટિલ બની ગયો છે. ત્યારે હવે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મદદ લેવામાં આવી છે.

માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચે ટી-શર્ટના લોગોથી યુવકની ઓળખ કરી છે. ઉપરાંત, યુવક ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જઈ રહ્યો હતો તે માહિતી પણ મેળવી લીધી છે. લૂંટના ઇરાદે યુવકની હત્યા થઈ હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લૂંટના ઇરાદે યુવકની હત્યા કરી

ક્રાઇમ બ્રાંચને શાહીબાગમાં મળેલા મૃતક યુવકે જે ટી-શર્ટ પહેરી હતી, તેના પર એક કંપનીને લોગો મળ્યો હતો. આ લોગોના આધારે ક્રાઇમ બ્રાંચ કંપની સુધી પહોંચી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું કે, કંપનીની એક ક્રિકેટ મેચ હતી, જેમાં ભાગ લેનારા તમામ કંપનીની લોગો વાળી ટી-શર્ટ વહેચ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચ મૃતકનો ફોટો બતાવી કંપનીના સંચાલક સુધી પહોંચી હતી. ત્યાર બાદ જાણ થઈ કે મૃતક યુવક કંપનીનો સિક્યુરિટી ગાર્ડ હતો. તે ઉદયપુર જવા માગતો હતો. દરમિયાન રાતના સમયે શાહીબાગમાં કેટલાક લોકોએ તેની લૂંટ કરવાના ઇરાદે તેને રોક્યો હતો અને તેની પાસે કિંમતી વસ્તુ હશે એમ માનીને તે બેગ જુટાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પ્રતિકાર કરતા લુટારુએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Related posts

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

ડોકટરે નર્શને જમવાના બહાને ગેસ્ટહાઉસ લઇ જઇ છેડતી કરી

Ahmedabad Samay

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

મણીનગર પોલીસે યુક્તિથી થી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી લઇ મેળવી વધુ એક સફળતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો