September 22, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે ચઢતું જતો હોય તેમ હત્યા અને દુષ્કર્મની ફરિયાદોમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. વધુ એક આસારામ આવ્યો સામે, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં એક મહંતે સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હોવાની ફરિયાદે વધુ ચકચાર મચાવી છે.

અમદાવાના અસારવા વિસ્તારમાં આવેલ મંદિરના મહંતે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. મહંત દ્વારા જે પીડિતા ઉપર બળાત્કાર ગુજારાયો હતો તે સગીર હોવાનુ સામે આવ્યું છે. અમદાવાદના અસારવામાં આવેલા કબીર મંદિરના મહંતે સગીરાને લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં ભત્રીજા સાથે સગીરાના લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેને આ દુષ્કર્મ આચર્યુ હતુ. આ વાતની તેના પરિવાર જનો અને સ્થાનિક લોકોને જાણ થતાં સંતના વેશમાં બેઠેલા શૈતાન ને રોષેભરાઈ મેથીપાક ચખાડ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સંતને તેના કૃત્ય માટે સૌ લોકોએ મળીને માર માર્યો હતો.

આથી સગીરાની ફરિયાદ આધારે શાહીબાગ પોલીસ મથકે મહંત વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

પ્રધાનમંત્રી મોદીનું આજ રોજ સાંજે ૫.૩૦ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે

Ahmedabad Samay

ધો.૧૦ -૧૨ સામન્ય અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની.રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ

Ahmedabad Samay

CNGના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારાને પગલે આખરે વાહનવ્યવહાર વિભાગ દ્વારા રીક્ષાના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા, અમદાવાદીઓથી રાજસ્થાનની હોટલો ફૂલ

Ahmedabad Samay

પ્રાંતિજના નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડા નીકળવાનો મામલો ઘટના સ્થળની ટીડીઓ અને મામલતદારે લીધી મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો