September 21, 2026
અપરાધગુજરાત

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ad
.

અમદાવાદ ગ્રામ્યમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ગ્રામ્યમાં GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના 9 આરોપીઓમાંથી 5 આરોપીઓ ઝહીર કુરેશી, અસલમ ખાનજાદા, વસીમ સિપાહી, સરફરાજ સિપાહી, આરીફની ધરપકડ કરી છે. આ આરોપી અમદાવાદ જિલ્લા સહિતના ત્રણ જિલ્લાઓમાં ફ્રેક્ચર ગેંગ તરીકે કુખ્યાત છે.

આ ગેંગમાં કુલ 9 શખ્સો સામેલ છે જેમાં મુખ્ય સફી કુરેશી આરોપી તરીકે પોલીસની તપાસમાં સામે આવ્યો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી.જેમાં ચાર ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જેમાં મુખ્ય આરોપી સફી કુરેશી, વસીમ બાડો, વસીમ બોળો અને મોહસીન બાટલો ફરાર છે.

ધરપકડ કરાયેલી ફ્રેક્ચર ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા સહિત હિંમતનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદ શહેરમાં કુલ 43 ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જેમાં શરીર સંબંધી,મિલકત સંબંધી,ધાડ, લૂંટ, અપહરણ, હત્યાનો પ્રયાસ,પશુઓની હત્યા, રાયોટિંગ, હથિયારોની હેરાફેરી સ્ત્રીઓ પર અત્યાચાર, સરકારી કર્મચારી પર હુમલા અને મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવાના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

આ ફ્રેક્ચર ગેંગ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી. પોલીસને બાતમી મળતા GUJCTOC હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી સહિતની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.

Ad2
..

Related posts

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

ક્રાઈમ બ્રાન્ચ રવિ પુજારીની કસ્ટડી મેળવી અમદાવાદ લાવશે

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો