April 21, 2024
અપરાધ

મણીનગર પોલીસે યુક્તિથી થી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી લઇ મેળવી વધુ એક સફળતા

અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૫૦૧, શ્યામમણી એપાર્ટમેન્ટ, ભૈરવનાથ રોડ ખાતે રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા ફરિયાદી દીપકભાઈ મોહનલાલ બુધવાની જાતે સિંધી ઉવ. ૫૦ રહે. ૫૦૧, શ્યામમણી એપાર્ટમેન્ટ, ભૈરવનાથ રોડ, અમદાવાદના રહેણાંક મકાન ના તાળા તોડી, અજાણ્યો આરોપી કબાટમાં રાખેલ ગોદરેજ ટોરેક્ષ સફેદ કલરનું લોકર કાઢી, રોકડ રકમ રૂ. ૧,૫૦,૫૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના વિગેરે મળી, કુલ રૂ. ૧૧,૮૦,૦૦૦/- ચોરી કરી નાસી જતા, ફરીયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા, મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ,

અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સેક્ટર – ૨ મા.બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ૬ રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને લોકસભાની ચૂંટણી આધારે વાહન ચેકીંગ કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી,

અમદાવાદ શહેર “જે” ડિવિઝનના એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફના પી.એસ.આઇ એસ.આઇ.પટેલ તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, પો.કો.અર્જુનસિંહ, અનિલભાઈ, નરેશભાઈ, દેવુસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરતા આરોપી એક્ટિવા મોટર સાયકલ નંબર જીજે – ૨૭ – ડી એક્સ – ૦૧૧૪ ઉપર આવેલાં ની હકીકત જણાઈ આવેલ હતી. જે એક્ટિવા ના નમ્બર આધારે પોકેટ કોપ એપ્લિકેશન મારફતે માહિતી મેળવતા, આ એક્ટિવાના માલિક મહેન્દ્રભાઈ પ્રજાપતિ રહે.વસ્ત્રાલ રીંગ રોડ, રામોલ, અમદાવાદનું હોવાની હકીકત મણિનગર પોલીસ ટીમને જાણવા મળેલ હતી, આ બાબતે વાહન માલિક મહેન્દ્રભાઈ પ્રજાપતિને બોલાવી, તપાસ કરતા, તેમનું વાહન રામોલ પોલીસ સ્ટેશનની હદમાં ખાતેથી ૨૦૨૩ ની સાલમાં નવેમ્બર મહિનામાં ચોરી થયેલ હતું અને એ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરવામાં આવેલ છે,

ઉપરોકત ગુનામાં પકડાયેલ આરોપી પરેશ સુરેશભાઈ સોનીની પૂછપરછમાં આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં પોતાના માતાપિતા અને પત્ની સાથે રહે છે અને મૂળ રાજસ્થાન રાજ્યના ઝાલોર જિલ્લાના થોર ગામના વતની છે અને આશરે ચારેક મહિનાના ગાળામાં મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ ઘરફોડ ચોરી ઉપરાંત એક દુકાનમાં ઘરફોડ ચોરી કરી, લેપટોપ, વટવા ઘોડાસર વિસ્તારમાં એક ઘરફોડ ચોરી કરી, સોનાચાંદીના દાગીના રોકડ રકમ, જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી, સોના ચાંદીના દાગીના, વિદેશી ચલણ, રોકડ રકમ, નવરંગપુરા વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી, લેપટોપની ચોરી તેમજ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી, ઇમિટેશન જ્વેલરીની ચોરી, સહિત મળી, કુલ ૬ ઘરફોડ ચોરી અને એક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુન્હામાં વાપરેલ એક્ટિવાની વાહનચોરી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કારના કાચ તોડી, લેપટોપની ચોરી, શાહીબાગ અને મેઘાણી નગર વિસ્તારમાંથી બેગ અને લેપટોપ ચોરી, મેમનગર વિસ્તારમાંથી કારના કાચ તોડી, લેપટોપ ચોરી, મળી કુલ છ સાદી ચોરી મળી, કુલ બાર ( ૧૨ ) એક ડઝન ઘરફોડ ચોરી, વાહન ચોરી અને લેપટોપ ચોરીની કબૂલાત પણ કરવામાં આવેલ છે,

પકડાયેલ આરોપીની પૂછપરછમાં પકડાયેલ આરોપી ક્રિકેટ સટ્ટા માં અંદાજે રૂપિયા હારી જતા ૧૫ લાખ જેટલું દેવું થઈ જતા અને કોઈ કામધંધો ના હોય પોતાના ઉપર ઘર ચાલતું હોય મોટર સાયકલ ચોરી કરી રેપીડો સર્વિસમાં પેસેન્જર ના ભાડા કરતો હતો તે દરમિયાન પેસેન્જર ને મૂકવા જતા બંધ મકાન જોતા આજુબાજુ કોઈ નહિ હોય મકાનમાં ઘરફોડ ચોરી કરવાથી વધુ દલ્લો મળશે અને પોતાનું દેવું ચૂકવાઈ જશે તેવું વિચારી ઘરફોડ ચોરી કરવાનું શરૂ કરવામાં આવેલ હતું ત્યારબાદ એમાં ફાવટ આવી જતા બંધ મકાન ટાર્ગેટ કરી લોક તથા નકુચાઓ તોડી ઘરફોડ ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે,

પકડાયેલ આરોપી ખાસ બંધ મકાનને જ નિશાન બનાવતો હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે પકડાયેલ આરોપી દ્વારા ચોરીના ધંધા માટે તેજેન્દ્ર કોમ્પલેક્ષ સોનીની ચાલ સીએમસી સામે એક ઓફીસ પણ ભાડે રાખી છે, આ ઓફિસમાં ચોરી કરેલ માલને ઓગાળવા માટેના સાધનો ચોરી કરવા માટેના સાધનો ચોરી કરેલ મુદામાલ રાખવા માટેની ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલ હોઈ પોલીસ પણ ચોંકી ગયેલ હતી,

મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.પી. ઉનડકટ, પી.એસ.આઈ એસ.આઇ.પટેલ તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી, આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં કબૂલાત કર્યા સિવાય બીજા કોઈ ગુન્હા આચારેલા છે કે કેમ…? કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ..? વિગેરે મુદાઓસર વધુ પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Related posts

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઇ શકે છે ધરપકડ

Ahmedabad Samay

શાહરૂખના પુત્ર આર્યનના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

Ahmedabad Samay

સેટેલાઇટમાં ચાલુ કારમાંથી પિસ્ટલ કાઢી લોકોને ડરાવતા સાહીલ ભરવાડ અને હરદેવની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી,

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી વિદ્યાલય ફરી આવી વિવાદમાં

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉદયગ્રીન પાર્ટી પ્લોટમાં લગ્નમાં ટાબરીયો કન્યાના દાગીના લઇ રફુચક્કર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો