ડૉક્ટર દ્વારા નર્સની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરના કૃષ્ણનગરમાં આવેલા નર્સિંગ હોમના ડૉક્ટર બે નર્સને જમવાનું કહીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. નર્સ દ્વારા બેમાંથી એક નર્સ સાથે છેડતી કર્યાનો પ્રયાસ કર્યા બાદ તે તાબે ના થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
નર્સ છેલ્લા એક વર્ષથી કૃષ્ણનગરમાં આવેલા ખાનગી નર્સિગ હોમમાં ૧ વર્ષનો નર્સિંગનો કોર્સ કર્યો હતો. આ પછી તે ત્યાં જ કામ કરતી હતી. આવામાં ૧૦મી મેના રોજ માથું દુઃખવા લાગ્યું હતું. જેથી તે ઈન્જેક્શન લઈને સ્પેશિયલ રુમમાં આરામ કરી રહી હતી. આવામાં ડૉક્ટર ભરત આહિર ત્યાં અચાનક પહોંચ્યા હતા અને નર્સ રેખા પર સૂઈ જઈને અડપલા કરવાનું શરુ કર્યું હતું.
રેખાએ વાંધો ઉઠાવતા ડૉ. ભરતે રવાના થવું પડ્યું હતું. રેખા સાથે સ્પેશિયલ રુમમાં બનેલી ઘટના દરમિયાન તેણે કોઈ કાર્યવાહી કે નર્સિંગ હોમમાં ફરિયાદ નહોતી કરી.
નર્સ ૧૭મીએ નાઈટ ડ્યુટીમાં હતી ત્યારે ડૉ. ભરતે રેખાને કહ્યું કે, ચાલો જમીને આવીએ.. નર્સ અને એક અન્ય નર્સ ડૉક્ટર સાથે તેમના વાહન પર ગયા હતા. ભરત રેખા અને અન્ય નર્સને રોયલ પ્લેટીના નામના ગેસ્ટ હાઉસમાં લઈ ગયા અને ત્યાં અન્ય નર્સને કોલ્ડ્રીંક આપતા તે બહાર નીકળી ગઈ હતી જ્યારે રેખા અંદર જ રહી હતી. જ્યાં ભરતે નર્સ રેખાનો હાથ પકડી લીધો હતો. આ સમગ્ર મામલો બીચકતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચી, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.