October 5, 2026
ગુજરાત

અમદાવાદ: ભારે કરી…IPLની ફાઇનલ મેચ જોવા માટે લોકોએ કેબિનેટ મંત્રીને વારંવાર ફોન કર્યા, કહ્યું- મંત્રીજી ટિકિટનું કઈંક કરાવી આપો…!

ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)ની 16મી સીઝન તેના છેલ્લા તબક્કામાં છે. લીગની ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે મેચ પહેલા ટિકિટ માટે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને લોકો ફોન પર ફોન કરી રહ્યા હોય તેમ ખુદ મંત્રીજીએ જાહેર મંચ પર કહ્યું છે. ટિકિટ માટે લોકોના વારંવાર ફોન આવતા મંત્રીજી કંટાળ્યા છે.

ગાંધીનગરમાં હતો ત્યારે ટિકિટ માટે બહુ ફોન આવ્યા: રાઘવજી પટેલ

આજે એટલે કે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ થવા જઈ રહી છે. ત્યારે 28 મેના રોજ મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. જો કે, ફાઇનલ મેચ પહેલા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને લોકોએ ટિકિટ માટે ફોન કરવાનું શરૂ કર્યું હતું. આથી તેઓ ખૂબ જ કંટાળી ગયા હતા. રાજકોટમાં એક જાહેરમંચ પરથી મંત્રીજીએ પોતાની વ્યથા રજૂ કરતા કહ્યું કે, આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે લોકોએ બહુ ફોન કર્યા છે. ફોન કરી કહે છે કે મંત્રીજી ટિકિટનું કઇંક કરાવી આપો. ગાંધીનગરમાં હતો ત્યારે ટિકિટ માટે બહુ ફોન આવ્યા હતા. ટિકિટ માટે વારંવાર ફોન રણક્યો હતો.

આજે મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 મેચ રમાશે

જણાવી દઈએ કે, આજે સાબરમતીના મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 મેચ રમાશે. આ મેચ માટે ટિકિટની કિંમત રૂ. 800થી શરૂ થાય છે. જ્યારે સૌથી મોંઘી ટિકિટના ભાવ રૂ.10 હજાર જેટલા છે. આ ક્વાલિફાયર-2 અને ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે જે ટીમ જીતશે તે 28 મેના રોજ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ રમશે.

Related posts

ઠક્કરનગર ચાર રસ્તા પાસે પોલીસે જનતાના ૧૦૦૦રૂપિયા બચાવ્યા

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

હિન્દી દિવસ 2026: હિન્દી માત્ર ભાષા નહીં, સંસ્કૃતિ અને સંવેદનાની અભિવ્યક્તિનું માધ્યમ

Ahmedabad Samay

એલિઝબ્રિજ વિસ્તારમાં રોકડ લઈને નીકળેલા વ્યક્તિને બે મિત્રોએ મળી 31 લાખથી વધુની લૂંટ કરી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ૪ સ્નેહમિલન અને વિદ્યાથી સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો