ગાંધીનગરમાં ઈ વિધાનસભા માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહીત 15 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ટેબ્લેટના માધ્યમથી ધારાસભ્યો પ્રશ્નો પૂછી શકે અને પત્ર વ્યવહાર ઓનલાઈન થઈ શકશે.
- કિમટીમાં 15 જેટલા સભ્યોનો સમાવેશ
- ધારાસભ્યો ટેબ્લેટ દ્વરા પ્રશ્ન પણ પૂછી શકશે
- ફાઈલ પર ઓનલાઈન ટેબ્લેટથી રજૂ કરી શકાશે
- ટેબ્લેટના માધ્યમથી ધારાસભ્યો પ્રશ્નો પૂછી શકશે પ્રશ્નો
ડિજિટલાઈઝેશનના યુગમાં ખાસ કરીને ડિજિટલ ક્ષેત્રે મોટી ક્રાતી આવી છે અને કામો ઘણા ઝડપી બની રહ્યા છે. ત્યારે ઈ વિધાનસભા માટે પણ આ ક્ષેત્રે કામગિરી કરવામાં આવી રહી છે. જેમાં માટે બનાવાયેલી કમિટી આગામી સમયમાં કાર્યો કરશે.
આગામી 2 મહિનામાં જ ઈ વિધાનસભાનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક
જેમાં ખાસ કરીને ધારાસભ્યોને મહત્વપૂર્ણ ફાઈલ પર ઓનલાઈન ટેબ્લેટથી રજૂ કરી શકાશે. આગામી 2 મહિનામાં જ ઈ વિધાનસભાનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જેમાં ટેબ્લેટના માધ્યમથી તમામ પ્રકારની કામગિરી કરી શકાશે.ધારાસભ્યોને ટેબ્લેટ થકી કામગિરીની તાલીમ આપવામાં આવશે. જેમાં ધારાસભ્યો ટેબ્લેટ દ્વરા પ્રશ્ન પણ પૂછી શકશે. પત્ર વ્યવહાર પણ ઓનલાઈ કરી શકશે. આ માટે સાયન્સ અને ટેકનોલોજીના વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે.