November 8, 2026
ટેકનોલોજી

માત્ર 35 પૈસા પ્રતિ કિમી મેઇનટેનન્સ ખર્ચ… અદ્ભુત સિક્યોરિટી ફિચર્સ! આ બજેટ SUV થઈ લોન્ચ

Nissanએ ​​ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી SUV Nissan Magniteની નવી Geza એડિશન લોન્ચ કરી છે. આ નવા સ્પેશિયલ એડિશનમાં, કંપનીએ કેટલાક ખાસ ફેરફારો કર્યા છે, અને તેની પ્રારંભિક કિંમત 7.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ SUV માટે ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે, કસ્ટમર્સ રૂપિયા 11,000ની રકમ જમા કરાવીને SUV બુક કરાવી શકે છે. આ SUV કુલ પાંચ કલર્સમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લેડ સિલ્વર, ફ્લેર ગાર્નેટ રેડ, સ્ટોર્મ વ્હાઇટ, સેન્ડસ્ટોન બ્રાઉન અને ઓનીક્સ બ્લેક કલરનો સમાવેશ થાય છે.

જાપાનીઝ થિયેટર અને તેની ભાવનાત્મક મ્યુઝિકલ થીમ્સથી પ્રેરિત મેગ્નાઈટ ગેઝાની વિશેષ આવૃત્તિ, વિશિષ્ટ ઈન્ફોટેનમેન્ટ ફિચર્સ સાથે આવે છે. તે હાઇ-રિઝોલ્યુશન 22.86 સેમી (9-ઇંચ) ટચસ્ક્રીન, વાયરલેસ કનેક્ટિવિટી સાથે એન્ડ્રોઇડ કારપ્લે, પ્રીમિયમ JBL સ્પીકર્સ, ટ્રેજેક્ટરી રીઅર કેમેરા, એપ-આધારિત કંટ્રોલ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ, શાર્ક ફિન એન્ટેના, પ્રીમિયમ બેજ સીટ અપહોલ્સ્ટરી વગેરે મેળવે છે.

મેગ્નાઈટ GEZA સ્પેશિયલ એડિશનની મેઇન ખાસિયતો
હાઇ રીઝોલ્યુશન 9 ઇંચ ટચસ્ક્રીન
વાયરલેસ કનેક્ટિવિટી સાથે એન્ડ્રોઇડ કારપ્લે
પ્રીમિયમ jbl સ્પીકર્સ
ટ્રેજેક્ટરી રીઅર કેમેરા
એપ્લિકેશન-આધારિત કંટ્રોલ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ
શાર્ક ફિન એન્ટેના
પ્રીમિયમ બીઝ કલર સીટ અપહોલ્ટ્રી

પાવર અને પર્ફોમન્સ
એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમ્પેક્ટ એસયુવી 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ મેન્યુઅલ (72PS પાવર અને 96Nm ટોર્ક), 1.0-લિટર ટર્બો-પેટ્રોલ મેન્યુઅલ (100PS પાવર અને 160Nm ટોર્ક) અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ CVT એન્જિન સાથે આવે છે. તેના રેગ્યુલર મોડલમાં 8 ઇંચની ટચસ્ક્રીન, 7 ઇંચ TFT સાથે ફૂલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પુશ-બટન સ્ટોપ/સ્ટાર્ટ, JBL સાઉન્ડ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ જેવી જબરદસ્ત ફિચર્સ મળે છે.

આ સિક્યોરિટી ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો 
ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)
ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS)
હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HSA)
ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)

નિસાન મેગ્નાઈટને કંપનીએ વર્ષ 2020માં પહેલીવાર ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. તેની ઓછી કિંમત, સારી કામગીરી અને ઓછી મેઇનટેનન્સને કારણે તે SUV સેગમેન્ટમાં ખૂબ જ લોકપ્રિય રહી છે. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું સેલિંગ ઘટ્યું છે. હવે આ નવી સ્પેશિયલ એડિશનના લોન્ચિંગ સાથે કંપનીને તેના સેલિંગમાં સુધારો થવાની આશા છે.

માત્ર 35 પૈસા મેઇનટેનન્સ ખર્ચ
નિસાનનો દાવો છે કે આ SUVનો મેન્ટેનન્સ ખર્ચ સેગમેન્ટમાં સૌથી ઓછો છે. નિસાન મેગ્નાઈટનો મેઇનટેનન્સ ખર્ચ માત્ર 35 પૈસા/કિમી (50,000 કિમી માટે) છે. આ કાર 2 વર્ષ (50,000 કિલોમીટર) ની વોરંટી સાથે આવે છે જેને પાંચ વર્ષ (અથવા એક લાખ કિલોમીટર) સુધી વધારી શકાય છે.

Related posts

મહારાષ્ટ્રના એક વ્યકિતએ પોતાના પુત્રની ઇચ્છા પુરી કરવા માટે લોખંડના ભંગારમાંથી  ૪ મહિનામાં ગાડી બનાવી

Ahmedabad Samay

સેમસંગ લાવી રહ્યું છે પ્રીમિયમ સેગમેન્ટનો બજેટ ફોન, કેમેરા અને બેટરીની વિગતો આવી સામે

Ahmedabad Samay

Airtelનો મજબૂત પ્લાન! 250 રૂપિયાના મંથલિ ખર્ચે 12 મહિના સુધી કરી શકશો વાત, ડેટા અને SMS પણ મળશે ફ્રી

Ahmedabad Samay

Acerએ લોન્ચ કર્યા ઘણા સ્માર્ટ ટીવી, ઓછા બજેટમાં મળશે પ્રીમિયમ એક્સપિરિયન્સ, જાણો વિગતો

Ahmedabad Samay

Jioની મોટી તૈયારી, Jio Air Fiber સર્વિસ ટૂંક સમયમાં થશે શરૂ, મળશે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ

Ahmedabad Samay

IPhone 13 પર 10,000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ, Flipkart લાવ્યું છે આ શાનદાર ઑફર

admin

એક ટિપ્પણી મૂકો