Acer એ ભારતમાં તેનો સ્માર્ટ ટીવી પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. કંપનીએ અનેક સીરીઝઓ હેઠળ એક ડઝનથી વધુ ટીવી રજૂ કર્યા છે, જેનું સેલિંગ જૂનમાં શરૂ થશે. તદ્દન નવા ટીવી ઓનલાઈન અને ઓફલાઈન બંને બજારોમાં ઉપલબ્ધ થશે. કંપનીએ પ્રીમિયમ સીરીઝના યુઝર્સ માટે ઓ-સિરીઝ રજૂ કરી છે, જેમાં કસ્ટમર્સને OLED પેનલ્સ મળશે.
આ પેનલ 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. બ્રાન્ડની O-સિરીઝમાં OLED ડિસ્પ્લે અને 60Watt સ્પીકર ઉપલબ્ધ છે. આ ટીવી 55-ઇંચ અને 65-ઇંચની બે સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ છે. કંપનીએ તેને ગેમિંગ અને બેસ્ટ ડિસ્પ્લે ક્વોલિટી મેળવવા માંગતા લોકો માટે લોન્ચ કર્યું છે.
એસર સ્માર્ટ ટીવીની વિશાળ સીરીઝ લોન્ચ કરી
આ ઉપરાંત, કંપનીએ V-સિરીઝ હેઠળ 4 ટીવી પણ લોન્ચ કર્યા છે, જે અલગ-અલગ સ્ક્રીન સાઈઝમાં આવે છે. કંપનીએ સસ્તું પ્રીમિયમ ઓપ્શન શોધી રહેલા કસ્ટમર્સ માટે આ સીરીઝ શરૂ કરી છે. તેમાં QLED ડિસ્પ્લે અને મજબૂત સાઉન્ડ આઉટપુટ છે. આ સીરીઝ 32-ઇંચ, 43-ઇંચ, 50-ઇંચ અને 55-ઇંચની સ્ક્રીન સાઇઝમાં આવશે.
ઓછા બજેટના લોકો માટે બે સીરીઝ
કંપનીએ I અને G સીરીઝ પણ લોન્ચ કરી છે, જે પોસાય તેવા ઓપ્શન્સ તરીકે આવશે. તેમાં MEMC, Dolby Atmos અને UHD અપસ્કેલિંગ જેવા ફિચર્સ ઉપલબ્ધ છે. તેની સાથે હાઈ એન્ડ બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટ આપવામાં આવ્યા છે. I સીરીઝમાં 32-ઇંચ અને 40-ઇંચની સ્ક્રીન સાઇઝ મળશે. સીરીઝ 1.5GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી સાથે આવે છે.
ઓડિયો લવર્સ માટે આ ઓપ્શન
શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી માટે, કંપનીએ એચ-સિરીઝ લોન્ચ કરી છે. તેમાં 76W સ્પીકર છે, જે શ્રેષ્ઠ ઓડિયો એક્સપિરિયન્સ પ્રોવાઇડ કરશે. આ તમામ મોડલ લેટેસ્ટ ગૂગલ ટીવી પ્લેટફોર્મ પર કામ કરે છે. Acer ની નવી Google TV રેન્જમાં HDMI 2.1 પોર્ટ અને USB 3.0 સાથે ડ્યુઅલ બેન્ડ Wi-Fi અને 2-વે બ્લૂટૂથ 5.0 અને Dolby Atmos છે.
કિંમત અને સેલ ડિટેલ
Acer W-Series 55 ઇંચ મૉડલની કિંમત 69,999 રૂપિયા અને 65-ઇંચ મૉડલની કિંમત 89,999 રૂપિયા છે. કંપનીએ જણાવ્યું છે કે તેમના સ્માર્ટ ટીવીની રેન્જ 13,999 રૂપિયાથી શરૂ થશે. આ તમામ ટીવી 6 જૂનથી ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.