Nissanએ ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી SUV Nissan Magniteની નવી Geza એડિશન લોન્ચ કરી છે. આ નવા સ્પેશિયલ એડિશનમાં, કંપનીએ કેટલાક ખાસ ફેરફારો કર્યા છે, અને તેની પ્રારંભિક કિંમત 7.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ SUV માટે ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે, કસ્ટમર્સ રૂપિયા 11,000ની રકમ જમા કરાવીને SUV બુક કરાવી શકે છે. આ SUV કુલ પાંચ કલર્સમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લેડ સિલ્વર, ફ્લેર ગાર્નેટ રેડ, સ્ટોર્મ વ્હાઇટ, સેન્ડસ્ટોન બ્રાઉન અને ઓનીક્સ બ્લેક કલરનો સમાવેશ થાય છે.
જાપાનીઝ થિયેટર અને તેની ભાવનાત્મક મ્યુઝિકલ થીમ્સથી પ્રેરિત મેગ્નાઈટ ગેઝાની વિશેષ આવૃત્તિ, વિશિષ્ટ ઈન્ફોટેનમેન્ટ ફિચર્સ સાથે આવે છે. તે હાઇ-રિઝોલ્યુશન 22.86 સેમી (9-ઇંચ) ટચસ્ક્રીન, વાયરલેસ કનેક્ટિવિટી સાથે એન્ડ્રોઇડ કારપ્લે, પ્રીમિયમ JBL સ્પીકર્સ, ટ્રેજેક્ટરી રીઅર કેમેરા, એપ-આધારિત કંટ્રોલ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ, શાર્ક ફિન એન્ટેના, પ્રીમિયમ બેજ સીટ અપહોલ્સ્ટરી વગેરે મેળવે છે.
મેગ્નાઈટ GEZA સ્પેશિયલ એડિશનની મેઇન ખાસિયતો
હાઇ રીઝોલ્યુશન 9 ઇંચ ટચસ્ક્રીન
વાયરલેસ કનેક્ટિવિટી સાથે એન્ડ્રોઇડ કારપ્લે
પ્રીમિયમ jbl સ્પીકર્સ
ટ્રેજેક્ટરી રીઅર કેમેરા
એપ્લિકેશન-આધારિત કંટ્રોલ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ
શાર્ક ફિન એન્ટેના
પ્રીમિયમ બીઝ કલર સીટ અપહોલ્ટ્રી
પાવર અને પર્ફોમન્સ
એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમ્પેક્ટ એસયુવી 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ મેન્યુઅલ (72PS પાવર અને 96Nm ટોર્ક), 1.0-લિટર ટર્બો-પેટ્રોલ મેન્યુઅલ (100PS પાવર અને 160Nm ટોર્ક) અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ CVT એન્જિન સાથે આવે છે. તેના રેગ્યુલર મોડલમાં 8 ઇંચની ટચસ્ક્રીન, 7 ઇંચ TFT સાથે ફૂલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પુશ-બટન સ્ટોપ/સ્ટાર્ટ, JBL સાઉન્ડ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ જેવી જબરદસ્ત ફિચર્સ મળે છે.
આ સિક્યોરિટી ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો
ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)
ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS)
હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HSA)
ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)
નિસાન મેગ્નાઈટને કંપનીએ વર્ષ 2020માં પહેલીવાર ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. તેની ઓછી કિંમત, સારી કામગીરી અને ઓછી મેઇનટેનન્સને કારણે તે SUV સેગમેન્ટમાં ખૂબ જ લોકપ્રિય રહી છે. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું સેલિંગ ઘટ્યું છે. હવે આ નવી સ્પેશિયલ એડિશનના લોન્ચિંગ સાથે કંપનીને તેના સેલિંગમાં સુધારો થવાની આશા છે.
માત્ર 35 પૈસા મેઇનટેનન્સ ખર્ચ
નિસાનનો દાવો છે કે આ SUVનો મેન્ટેનન્સ ખર્ચ સેગમેન્ટમાં સૌથી ઓછો છે. નિસાન મેગ્નાઈટનો મેઇનટેનન્સ ખર્ચ માત્ર 35 પૈસા/કિમી (50,000 કિમી માટે) છે. આ કાર 2 વર્ષ (50,000 કિલોમીટર) ની વોરંટી સાથે આવે છે જેને પાંચ વર્ષ (અથવા એક લાખ કિલોમીટર) સુધી વધારી શકાય છે.