August 9, 2026
તાજા સમાચારદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો છે.  આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો છે. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે.

ઉદ્ધાટન સમારોહ દરમિયાન અધીનમ (પૂજારીઓ)એ નરેન્‍દ્રભાઇ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ આપ્યો. રાજદંડ હાથમાં લેતા પહેલા પીએમ મોદીએ સેંગોલને દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ તેમણે લોકસભા અધ્યક્ષ ઓમ  બિરલા સાથે નવા સંસદ ભવનમાં સેંગોલને સ્થાપિત કર્યો.  આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થઈ છે .

જેમાં પીએમ મોદીએ નવા સંસદ ભવનના પૂજા- વિધી કરી હતી .  તેમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સામેલ થયા હતા. નવા સંસદ ભવન પહોંચ્યા બાદ પીએમ મોદીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા નરેન્‍દ્રભાઇ  મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પૂજા-હવનથી થઈ હતી.

નરેન્‍દ્રભાઇ  મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત  કર્યું .કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશના વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ.

ત્રિકોણાકાર આકારના ચાર માળના સંસદ ભવનનો બિલ્ટ-અપ એરિયા 64,500 ચોરસ મીટર છે. નવી સંસદમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સંયુક્ત સત્ર માટે લોકસભા સભાખંડમાં 1,272 સભ્યો બેસી શકે છે. સંસદની હાલની ઇમારત 96 વર્ષ જૂની છે. જેનું બાંધકામ 1927માં પૂર્ણ થયું હતું. ઉદ્ઘાટન પહેલા લુંટીયન્સ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Related posts

જેતપુરના દર્દીઓ માટે સારા સમાચાર: શહેરમાં વધુ એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા

Ahmedabad Samay

“બંગાળમાં ચૂંટણી બાદની હિંસા પર NHRCનો રિપોર્ટ ,સુનાવણી માટે રાજ્ય બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના માટેની ભલામણ

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

કદાચ જો ગુનેગારના હાથ કે પગ કાપી નાખવામાં આવે, તો જ લોકો કાયદાનું પાલન કરવાનું મહત્‍વ સમજશે : કર્ણાટક હાઇકોર્ટ

Ahmedabad Samay

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો