ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર IPLની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી. આ વખતે IPL 2023ની ફાઇનલમાં ગુજરાત સામે ચાર વખત ટાઇટલ જીતનાર ચેન્નાઇ સુપર કિંગ્સનો પડકાર હશે. બંને વચ્ચે આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને વચ્ચે અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે. આવો જાણીએ આમાં કોણ કોના થી આગળ છે.
ચેન્નાઈ વિ ગુજરાત હેડ ટુ હેડ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આઈપીએલમાં અત્યાર સુધીમાં ચાર વખત આમને-સામને આવી છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નાઈએ માત્ર એક જ મેચ જીતી છે. IPL ની 2023 ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.
ગુજરાત ચેન્નાઈ સામે પ્લેઓફ મેચ હારી ગયું છે
બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે 23 મેના રોજ ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને જીત મેળવી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ચેન્નાઈ 10મી ફાઈનલ રમશે
ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે. બીજી તરફ પોતાની બીજી સિઝન રમી રહેલી ગુજરાતની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ IPL 2022ની ફાઇનલમાં ગુજરાતે વિજય નોંધાવીને ટાઈટલ જીત્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત અને ચેન્નાઈમાં આ વખતે કઈ ટીમ જીતે છે.
લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL 2023ના સમાપન સમારોહનું જીવંત પ્રસારણ જોઈ શકો છો. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર જોઈ શકાશે. તમે Jio સિનેમા પર હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં IPL 2023ના સમાપન સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, IPL 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. આ રીતે ક્વોલિફાયર-2 મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે.