જેતપુરના દર્દીઓ માટે સારા સમાચાર: શહેરમાં વધુ એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજ્યસરકાર આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર રહી લોકોને ઘર આંગણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા કટીબદ્ધ છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં શહેરી વિસ્તારમાં વધુ એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC)નું લોકાર્પણ ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેતપુર શહેરી વિસ્તારમાં હાલ નવાગઢ તથા ફૂલવાડી ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. ભાદરના સામાં કાંઠેના જનકલ્યાણ નગર વિસ્તારમાં વધુ એક આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં લોકોને ઘર આંગણે જ સુદ્રઢ આરોગ્યની સારવાર મળી રહેશે. આ લોકાર્પણ પ્રસંગે નગર પાલિકા પૂર્વ પ્રમુખશ્રી સુરેશભાઈ સખરેલીયા, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન પ્રમુખશ્રી જેન્તીભાઇ રામોલિયા, અગ્રણીશ્રી રમેશ જોગી, મહામંત્રીશ્રી ડી.કે. બલદાણીયા, શ્રી બાબુલાલ ખાચરીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરિયા, ડો. ઋત્વિજ પાંભર , નવાગઢ અર્બન હેલ્થ ઓફિસરશ્રી ડો. મિતેષ કાપડીયા, ફૂલવાડી અર્બન હેલ્થ ઓફિસરશ્રી જેન્તીભાઈ કાનાણી, તાલુકા હેલ્થના શ્રી રિંકુભાઈ દેગડા, શ્રી મેનાબેન સાકરીયા, ફીમેલ હેલ્થ વર્કર, આશા બહેનો, આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા