પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો છે. આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો છે. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે.
ઉદ્ધાટન સમારોહ દરમિયાન અધીનમ (પૂજારીઓ)એ નરેન્દ્રભાઇ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ આપ્યો. રાજદંડ હાથમાં લેતા પહેલા પીએમ મોદીએ સેંગોલને દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ તેમણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે નવા સંસદ ભવનમાં સેંગોલને સ્થાપિત કર્યો. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થઈ છે .
જેમાં પીએમ મોદીએ નવા સંસદ ભવનના પૂજા- વિધી કરી હતી . તેમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સામેલ થયા હતા. નવા સંસદ ભવન પહોંચ્યા બાદ પીએમ મોદીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પૂજા-હવનથી થઈ હતી.
નરેન્દ્રભાઇ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું .કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશના વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ.
ત્રિકોણાકાર આકારના ચાર માળના સંસદ ભવનનો બિલ્ટ-અપ એરિયા 64,500 ચોરસ મીટર છે. નવી સંસદમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સંયુક્ત સત્ર માટે લોકસભા સભાખંડમાં 1,272 સભ્યો બેસી શકે છે. સંસદની હાલની ઇમારત 96 વર્ષ જૂની છે. જેનું બાંધકામ 1927માં પૂર્ણ થયું હતું. ઉદ્ઘાટન પહેલા લુંટીયન્સ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.