September 26, 2026
ગુજરાત

અમદાવાદ – 15 ઑગસ્ટનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ સાણંદમાં ઉજવાશે

અમદાવાદમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાશે. અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ સ્વાતંત્ર્ય પર્વના ઉજવણી સ્થળની મુલાકાત લઈને આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવના માહોલમાં સમગ્ર દેશની સાથે સાથે અમદાવાદ જિલ્લો પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદમાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરવાનું આયોજન કરાયું છે.

સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર જિલ્લા તંત્ર પ્રયત્નશીલ છે. કલેકટર  પ્રવીણા ડી.કે.એ 15મી ઑગસ્ટની ઉજવણીના સ્થળ – સાણંદની એપીએમસી ખાતે રૂબરૂ મુલાકાત લઈને આયોજન તથા પૂર્વતૈયારીઓ અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સૂચનો આપ્યાં હતાં તેમજ આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સાણંદ એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટર સુધીરભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) અમિત વસાવા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા સાણંદ તાલુકાના પ્રાંત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાશે

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

ઇન્ડિયા કિડસ ફેશન વિકમાં અમદાવાદ શહેરમાં “ હેતક્ષ પ્રકાશભાઇ જાની” ની પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલ IIM ના વિદ્યાર્થીને કોરોના થતા સુપર સ્પ્રેડર બન્યા

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

સુરત: રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી! સૌથી વધુ આ જિલ્લામાં યુવાનો બેરોજગાર, 2 વર્ષમાં ગટરની સફાઈથી 11 કર્મીના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો