ઈસ્કોન અકસ્માતમાં આરોપી તથ્ય સામે 5000 પાનાની ચાર્જસીટ ફાઈલ કરાશે. તથ્ય પટેલના કેસમાં વધુ એક કલમનો ઉમેરો થશે. આરોપી તથ્ય પટેલ કેસની ચાર્જસીટ મામલે અગાઉ ગૃહ રાજ્યમંત્રીએ એક જ સપ્તાહમાં ચાર્જસીટ ફાઈલ કરવા એલાન કરાયું હતું ત્યારે આ મામલે સીટની પણ રચના કરાઈ હતી જેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ બાદ આજે ચાર્જસીટ ફાઈલ કરવામાં આવશે.
જે રીતે અકસ્મા થયો ત્યારે સરકાર એક્શનમાં આવી હતી અને આ મામલા ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા છે. લોકોમાં પણ આ મામલે આક્રોશ છે કેમ કે, 142 કિમીની સ્પીડે કાર ચલાવી તથ્યએ 9 લોકોના અકસ્માતમાં જીવ લીધા છે. ત્યારે આ મામલે એક જ સપ્તાહમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આજે કોર્ટમાં ચાર્જસીટ સબમિટ કરાશે.
જેમાં આઈપીસી 308 ગુનાહીત મનુષ્યવધના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવશે. મંજૂરી આ કલમ માટે માંગવામાં આવી હતી અને મંજૂરી મળી ગયા બાદ આ કલમનો ઉમેરો પણ થઈ ગયો છે. ત્યારે આજે ચાર્જસીટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું હતું કે, કોઈ પણ નબીરો ફરીવાર રાજ્યના રોડને રેસિંગ ટ્રેક ન બનાવે તે માટે સરકાર આ કેસમાં ખૂબ ગંભીર છે અને આ મામલે ઝડપી કાર્યવાહી કરી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. ત્યારે આજે આ મામલે ચાર્જસીટ ફાઈલ થતા આ કેસમાં મામલે કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાશે.