એક જ દિવસમાં સિવિલમાં 298 કેસ નોંધાયા છે જ્યારે શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર અંદાજે 1600 કેસો નોંધાઈ રહ્યા છે.
કોર્પોરેશનના એક જ અર્બન હેલ્થ સેન્ટર પર 20 દર્દીઓ આવે છે. એટલે કે શહેરમાં 82 અર્બન હેલ્થ સેન્ટર છે જેથી રોજના 1600 આંખના દર્દીઓ આવે છે. જેથી આઈ ડ્રોપ ખૂટી પડ્યા છે. શહેરમાં 17 હજાર જેટલા આઈડ્રોપ અપાઈ ચૂક્યા છે ત્યારે વધુ 50 હજાર આઈડ્રોપની માગ કરવામાં આવી છે.
આરોગ્ય સમિતિએ શહેરમાં મેલેરિયા અને પાણીજન્ય રોગચાળાની પણ સમીક્ષા કરી હતી. જેમાં પાણીજન્ય રોગચાળા અંગે સંબંધિત વિભાગને પ્રદુષિત પાણી ક્યાં આવે છે તે અંગે જણાવવામાં આવ્યું હતું અને તેના યોગ્ય નિકાલ માટે સૂચનાઓ આપવા જણાવ્યું હતું. રોગચાળાને બદલે સ્વચ્છતાના મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આંખ આવવાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં એક દિવસમાં 298 દર્દીઓ નોંધાયા હતા. આગળના દિવસે 263 દર્દીઓ નોંધાયા હતા. બીજી તરફ શહેરમાં ખાનગી દવાખાનામાં પણ આંખ આવતા સારવાર લેવા માટે મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાઈ રહ્યા છે જેથી આ આંકડો ડબલથી પણ વધી જાય છે. જેથી અંદાજ મુજબ દરરોજના 2000થી વધુ કેસો આંખ આવવાના અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે.