August 8, 2026
રમતગમત

હવે ટીમ ઈન્‍ડિયાનું સત્તાવાર વોટ્‍સએપ અકાઉન્‍ટ હશે. આ જાહેરાત બીસીસીઆઈએ કરી

વન-ડેના વર્લ્‍ડ કપ પહેલાં ટીમ ઈન્‍ડિયાના કરોડો ચાહકોને ભારતીય ક્રિકેટ ટીમ કહો કે ક્રિકેટ બોર્ડ કહો, તેમના તરફથી ભેટ મળી છે. હવે ટીમ ઈન્‍ડિયાનું સત્તાવાર વોટ્‍સએપ અકાઉન્‍ટ હશે. આ જાહેરાત બીસીસીઆઈએ કરી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાહેરાતમાં જણાવ્‍યું હતું કે ‘ટીમ ઈન્‍ડિયા હવેથી વોટ્‍સએપ ચેનલ પર રહેશે. લેટેસ્‍ટ અપડેટ્‍સ તેમજ એકસકલુઝિવ ફોટો માટે તેમજ પડદા પાછળની રસપ્રદ જાણકારી માટે આ ચેનલ સાથે કનેકટ રહેજો.’

જોકે આ વોટ્‍સએપ ચેનલ હોવાથી ચાહકો ભારતીય ક્રિકેટર્સ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરી શકે. હા, એટલું છે કે ટીમ ઈન્‍ડિયા હવે એના ચાહકોની વધુ નજીક જરૂર આવી છે. ભારતીય ક્રિકેટ ટીમનો જે ફેન આ વોટ્‍સએપ ચેનલ સાથે જોડાશે તેને મેન ઈન બ્‍લુને લગતા અપડેટ્‍સ સીધા  પોતાના ફોન પર મળી શકશે. તેમણે ટીમને લગતી જાહેરાતો, ખેલાડીઓની ઈજા કે અન્‍ય સત્તાવાર સામાચાર માટે કોઈ વેબસાઈટ પર નહીં જવું પડે.

Related posts

પંજાબ લખનઉ વચ્ચેની મેચમાં થયો ચોગ્ગા- છગ્ગાનો વરસાદ, મોહાલીમાં બન્યો રસપ્રદ રેકોર્ડ

Ahmedabad Samay

યુવા અને આક્રમક બેટર વૈભવ સૂર્યવંશીના સંભવિત આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને લઈને ક્રિકેટ વર્તુળોમાં ભારે ચર્ચા

Ahmedabad Samay

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

IPL 2023: લખનૌ સામેની જીત પછી પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આગળ, જાણો તમારી મનપસંદ ટીમ કયા નંબર પર છે

admin

Women Team India: ભારતીય ટીમ માટે સારા સમાચાર, T20 વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી

Ahmedabad Samay

IPL 2023: ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર આઉટ થયો, સોશિયલ મીડિયા પર આ રીતે ઉડાવી મજાક

admin

એક ટિપ્પણી મૂકો