અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ ર ફૂટ ખોલવામાં આવ્યા છે. જયારે દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વર્તાઇ રહી છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યાં અમદાવાદમાં પણ મધ્યરાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં સૌથી વધારે મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. તો આ તરફ દક્ષિણ ઝોનમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જો વાત અમદાવાદના ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ત્યાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો પૂર્વ અમદાવાદમાં 0.6 ઈંચ વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. દાહોદમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો છોટાઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારેની વરસાદની આગાહી કરી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.