August 8, 2026
મનોરંજન

સિંઘમ 3, ૨૦૨૪માં થશે રિલીઝ, ફિલ્મમાં અર્જુન કપૂર વિલન તરીકે દેખાશે.

બોલીવુડના પોપ્યુલર એક્ટર અજય દેવગનની ફ્રેન્ચાઇઝી ફિલ્મ સિંઘમ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. અજય દેવગનની ફિલ્મ સિંઘમ  અને સિંઘમ  2 ને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઈ હતી. ત્યારે હવે લોકો અજય દેવગનની સિંઘમ 3 ની રાહ જોઈ રહ્યા છે. સિંઘમ 3 ને લઈને સત્તાવાર જાહેરાત ઘણા સમયથી કરી દેવામાં આવી છે

અજય દેવગનની ફિલ્મ સિંઘમ 3 આવતા વર્ષે એટલે કે વર્ષ 2024 માં રિલીઝ થવાની છે. સિંઘમ 3ને લઈને જે જાણકારી સામે આવી છે તે અનુસાર આ ફિલ્મમાં અજય દેવગનની સામે વિલનનો રોલ અર્જુન કપૂર નિભાવશે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સિંઘમ 3 ફિલ્મમાં અર્જુન કપૂર વિલન તરીકે દેખાશે.

રોહિત શેટ્ટી ના ડાયરેક્શનમાં બની રહેલી સિંઘમ 3 ને લઈને જે અપડેટ સામે આવ્યું છે તે અત્યાર સુધી સિક્રેટ રાખવામાં આવ્યું હતું. જાણકારી સામે આવી છે કે અર્જુન કપૂરે ફિલ્મમાં વિલન તરીકે એન્ટ્રી કરવા માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે.

અજય દેવગનની ફિલ્મ સિંઘમ 2011માં અને સિંઘમ 2 2014માં રિલીઝ થઈ હતી અને હવે સિંઘમ 3  વર્ષ 2024 માં ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે. જો સિંઘમ 3 ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં નહીં આવે તો અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા ટુ સાથે સિંઘમ થ્રી ની ટક્કર થશે.

Related posts

JL50 રિવ્યુ

Ahmedabad Samay

બોર્ડર 2′ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રીલીઝ કરવામાં આવશે નહીં

Ahmedabad Samay

ઝુબીન નટિયાલનો ‘બેવફા તેરા માસૂમ ચેહરા ‘ નામનો રોમેન્ટિક ગીત રિલીઝ

Ahmedabad Samay

Suhana Khan: સ્ટાઇલિશ લુક, મસ્ત સ્માઈલ અને દિલ લૂંટે તેવો અંદાજ… શાહરૂખ ખાનની લાડલીએ ફરી એક વાર તેના નવા દેખાવથી ચાહકોના દિલમાં આગ લગાવી

admin

આ સિંગરે માધુરી દીક્ષિતનો પતિ બનવાની ના પાડી, આ કારણે સંબંધ આગળ ન વધી શક્યો!

Ahmedabad Samay

ભારતી ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો