September 8, 2024
રમતગમત

હવે ટીમ ઈન્‍ડિયાનું સત્તાવાર વોટ્‍સએપ અકાઉન્‍ટ હશે. આ જાહેરાત બીસીસીઆઈએ કરી

વન-ડેના વર્લ્‍ડ કપ પહેલાં ટીમ ઈન્‍ડિયાના કરોડો ચાહકોને ભારતીય ક્રિકેટ ટીમ કહો કે ક્રિકેટ બોર્ડ કહો, તેમના તરફથી ભેટ મળી છે. હવે ટીમ ઈન્‍ડિયાનું સત્તાવાર વોટ્‍સએપ અકાઉન્‍ટ હશે. આ જાહેરાત બીસીસીઆઈએ કરી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાહેરાતમાં જણાવ્‍યું હતું કે ‘ટીમ ઈન્‍ડિયા હવેથી વોટ્‍સએપ ચેનલ પર રહેશે. લેટેસ્‍ટ અપડેટ્‍સ તેમજ એકસકલુઝિવ ફોટો માટે તેમજ પડદા પાછળની રસપ્રદ જાણકારી માટે આ ચેનલ સાથે કનેકટ રહેજો.’

જોકે આ વોટ્‍સએપ ચેનલ હોવાથી ચાહકો ભારતીય ક્રિકેટર્સ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરી શકે. હા, એટલું છે કે ટીમ ઈન્‍ડિયા હવે એના ચાહકોની વધુ નજીક જરૂર આવી છે. ભારતીય ક્રિકેટ ટીમનો જે ફેન આ વોટ્‍સએપ ચેનલ સાથે જોડાશે તેને મેન ઈન બ્‍લુને લગતા અપડેટ્‍સ સીધા  પોતાના ફોન પર મળી શકશે. તેમણે ટીમને લગતી જાહેરાતો, ખેલાડીઓની ઈજા કે અન્‍ય સત્તાવાર સામાચાર માટે કોઈ વેબસાઈટ પર નહીં જવું પડે.

Related posts

WTC Final: આજે રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ, ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

Ahmedabad Samay

ધવન વન-ડેમાં વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી બેટ્સમેન

Ahmedabad Samay

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay

દુબઇમાં એશિયન યુ-ર૦ એથ્‍લેટિકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન રહ્યું

Ahmedabad Samay

ભારતની અંડર-18 મહિલા ટીમે JRD ટાટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેપાળ સામે 7-0થી જીત મેળવી

Ahmedabad Samay

વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો