September 21, 2026
તાજા સમાચાર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો અને ઉત્પાદકોનું રાખ્યું ધ્યાન

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્‍પાદક દેશ છે. પરંતુ અહીં દૂધાળા પશુઓની ઉત્‍પાદકતા નથી. તેમણે કહ્યું કે ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક વ્‍યાપક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. તેમજ પગ અને મોઢાના રોગને કાબુમાં લેવાના પ્રયાસો પણ ચાલુ છે. નાણામંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્‍પાદક દેશ છે પરંતુ દેશમાં ડેરી પ્રાણીઓની દૂધ ઉત્‍પાદકતા ઓછી છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રીય પશુધન મિશન અને ડેરી પ્રોસેસિંગ અને પશુપાલન માટે ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ ફંડ જેવી હાલની યોજનાઓની સફળતા પર નિર્માણ કરશે.

આ ઉપરાંત નાણામંત્રીએ મત્‍સ્‍યોદ્યોગની સંપત્તિ અંગે કહ્યું કે અમારી સરકાર જ છે જેણે માછીમારોને મદદ કરવાનું મહત્‍વ સમજયું અને અલગ મત્‍સ્‍ય વિભાગની સ્‍થાપના કરી. ત્‍યારથી અંતર્દેશીય અને જળચર કૃષિ ઉત્‍પાદન બમણું થયું છે. સીફૂડની નિકાસ પણ ૨૦૧૩-૧૪દ્મક બમણી થઈ છે. પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજનાના અમલીકરણને પ્રોત્‍સાહન આપવામાં આવશે.

બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્‍યું હતું કે નેનો યુરિયાને સફળતાપૂર્વક અપનાવ્‍યા પછી, નેનો ડીએપીનો ઉપયોગ તમામ કૃષિ-ક્‍લાઇમેટ ઝોનમાં વિવિધ પાકો પર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ૧૧.૮ કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને સીધા જ ફંડ ટ્રાન્‍સફર કરવામાં આવી રહ્યું છે. પીએમ કિસાન યોજનાનો લાભ દેશભરના અન્ન પ્રદાતાઓને મળી રહ્યો છે. સાથે જ પીએમ ફસલ યોજનાનો લાભ ચાર કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે

Related posts

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પોહચ્યું

Ahmedabad Samay

મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ઉભી રહેલી ટ્રેન સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો, ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા, અંદાજે ૧૯ લોકો ગંભીરતાથી ઘવાય

Ahmedabad Samay

મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટ ટિમ બની વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

રજનીકાંત પહોંચ્યા લખનઉ, સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ જેલર

Ahmedabad Samay

કતારના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ,ભારતીય અને પાકિસ્તાની મૂળના ઓછામાં ઓછા 13 નિર્દોષ શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 66 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ, હેલ્પલાઇન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો