August 14, 2026
Other

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મમાં રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ દેખાશે

સંજય લીલા ભણસાલી હવે ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મ લાવી રહ્યા છે. રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. આ ત્રણેય સતત ૨૦૨૫ સુધી આ ફિલ્મ માટે વ્યસ્ત રહે છે. ફિલ્મની જાહેરાત થઇ ત્યારથી ખુબ ચર્ચા જાગી છે. રણબીર, આલિયા અને વિક્કીની પાવરહાઉસ ત્રિપુટીને એક સાથે જોવા ચાહકો પણ અધીરા છે.

આ ફિલ્મની સત્તાવાર ઘોષણા સાથે એક ભવ્ય ટાઇટલ પોસ્ટર જાહેર કરવામાં આવ્યુ઼ હતું. ફિલ્મ ક્રિસમસ પર ૨૦૨૫માં સિનેમાઘરોમાં આવશે. આ માટે ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકારોએ તેમનું આખુ કેલેન્ડર ૨૦૨૫ સુધી બ્લોક કરી દીધુ છે. જે તેમનું આ ફિલ્મ પ્રત્યેનું અદ્દભુત સમર્પણ દર્શાવે છે.

લવ એન્ડ વોર સાથે જોડાયેલી માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. પણ આવતા વર્ષની આ સોૈથી મોટી ફિલ્મ બનશે તેમ કહેવાય છે. ભવ્ય સ્ટારકાસ્ટ, ભવ્ય કેનવાસ અને ક્રેઝી મ્યુઝીક જોતાં ફિલ્મ જોરદાર હશે તેમાં શંકા નથી.

Related posts

પપ્પુ વેફર વાલાના શ્રી ઇન્દ્રસિંહ ભાટી દ્વારા ‘બાબા રામદેવ’ભજન સંધ્યાનું આયોજન

Ahmedabad Samay

ધનગર સમાજની મહિલા સરોજ સુરેશ પાલના ઘરમાં આગ લાગી હતી જેનેઅખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ દ્વારા તેમનું ઘર ફરી સ્થાપિત કરવા અને જીવન જરુતિયાત સામગ્રી આપી સહાય કરી

Ahmedabad Samay

તમિલનાડુ રાજ્યની સૌથી મોટી પાર્ટી તમિઝગા વેત્રી કઝગમના અધ્યક્ષ સી. જોસેફ વિજયે સરકાર રચવા માટે પોતાનો સત્તાવાર દાવો રજૂ કર્યો

Ahmedabad Samay

Kohira Launches it’s Lab-Grown Diamond Jewellery Showroom in Rajkot

Ahmedabad Samay

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

Ahmedabad Samay

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો