September 27, 2026
Other

રોજ રાતે સૂતા પહેલા ૨ થી ૩ લવિંગ મોઢામાં ચાવવાથી થાય છે અનેક ફાયદા

સામાન્ય રીતે લવિંગ એ દરેકના રસોડામાં જોવા મળતો એકદમ સામાન્ય મસાલો છે. જે વાનગીનો સ્વાદ તો વધારે છે જ પરંતુ સાથે સાથે તેનાથી પોષણ મૂલ્યને પણ પ્રોત્સાહન મળે છે. વૈજ્ઞાનિક રીતે લવિંગને સાઈઝિયમ એઓમેટિકમ તરીકે ઓળખવામાં આવે છે.

લવિંગનો આયુર્વેદમાં સદીઓથી તેનો પ્રયોગ ઔષધીય ગુણો તરીકે ઉપયોગમાં લેવાય છે. જો તમે રોજ રાતે સૂતા પહેલા 2થી 3 લવિંગ મોઢામાં ચાવો તો તેનાથી દાંતથી લઈને મોઢામાં થનારી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. રોજ રાતે લવિંગના સેવનથી શું ફાયદા થાય છે તે ખાસ જાણો.

શુગર લેવલ કંટ્રોલ કરે

રોજ રાતે સૂતા પહેલા જો તમે લવિંગ ચાવીને ખાઓ તો તેનાથી શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. લવિંગનો અર્ક આપણા શરીરમાં હોર્મોન ઈન્સ્યુલિનની જેમ કામ કરે છે. જે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. એક મહિના સુધી રોજ આ રીતે લવિંગ ચાવવાથી ટાઈપ 2 ડાયાબિટિસના જોખમને ઓછું કરી શકાય છે.

લવિંગ આંતરડાના સ્વાસ્થ્યને સારું કરે

લવિંગ ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટીઓક્સીડન્ટ્સ ગુણ ખુબ સારા પ્રમાણમાં હોય છે. જો તમે રોજ લવિંગ ચાવીને ખાઓ તો તેનાથી આંતરડાના સ્વાસ્થ્યને સારું કરી શકાય છે. લવિંગ અપચામાંથી રાહત અને ગેસની પરેશાનીને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ કબજિયાત પણ દૂર કરી શકે છે.

લિવરને સ્વસ્થ રાખે

લિવરની પરેશાનીને દૂર કરવા માટે રોજ રાતે સૂતા પહેલા લવિંગ ચાવીને ખાઓ. તેમાં એન્ટીઓક્ટીડન્ટ્સ ભરપૂર હોય છે જે લિવરને ફ્રી રેડિકલ્સથી સુરક્ષિત રાખે છે. તેનાથી ડેમેજ સેલ્સને રિપેર કરવામાં મદદ મળી શકે છે. જો તમે લિવરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો રાતે સૂતા પહેલા લવિંગ ચાવીને ખાઓ.

યુટીઆઈની કરે સારવાર

લવિંગ ચાવીને ખાવાથી શરીરને બેક્ટેરિયલ અને વાયરલ સમસ્યાઓથી સુરક્ષિત રાખી શકાય છે. લવિંગમાં ઈથેનોલિક અર્ક હોય છે. જે એન્ટીબેક્ટેરિયલ ગુણોનો ભંડાર છે. તેનાથી યુરિન પથના સંક્રમણને દૂર કરી શકાય છે. તેનાથી યુટીઆઈની પરેશાનીને દૂર કરી શકાય છે.

તો આજથીજ રાત્રે સૂતા પહેલા લવિંગનો ઉપયોગ કરવાનો શરૂ કરો અને સ્વસ્થ રહો

Related posts

ભારતનો શાનદાર વિજય,ભારતે પાકિસ્તાનને ૬૧ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે સુપર-૮ રાઉન્ડમાં સત્તાવાર પ્રવેશ કર્યો

Ahmedabad Samay

રૂપાલની પલ્લી, આજ રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે, વહેશે ઘીની નદીઓ

Ahmedabad Samay

અમદાવાદે અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Ahmedabad Samay

નરોડામાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટમાં જન્માષ્ટમી ધામધૂમ અને ભક્તિ ગીતોથી ઉજવાઈ

Ahmedabad Samay

ભુલાભાઈ પાર્ક વિસ્‍તાર પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી,સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Ahmedabad Samay

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો