April 21, 2024
Other

સાબરમતી નદીમા યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ નોટ વાંચી પોલીસ અચંબામાં પડી

શહેરની સાબરમતી નદીના દધીચી બ્રિજ પરથી તાજેતરમાં  એક યુવકે મોતની છલાંગ લગાવી.આ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસે મૃતકના ઘરે તપાસ કરતા મૃતકે આપઘાત કરતા પહેલા ભાઈને સંબોધીને એક પત્ર લખી આપઘાત કર્યો છે. આ સુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી છે.

મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ” મારા પિતાએ મને કહ્યું કે મારા કારણે જ તેમનું મોત થયું છે. જેથી હું મારા પિતા પાસે માફી માંગવા જઈ રહ્યો છું. મારા મૃત્યુ પાછળ કોઇ જવાબદાર નથી. મારા ભાઈ અને ભાભીનો મારા આપઘાત બાબતે કોઈ વાંક નથી. જેથી તેમને કોઈ હેરાન કરવા નહીં ” આ સ્યુસાઇડ નોટ મળ્યા બાદ થોડા સમય માટે પોલીસ પણ અચંબામાં પડી હતી.

આપઘાત કરનાર યુવકના ખિસ્સામાંથી આ પ્રકારની સુસાઇડ નોટ મળી આવતા પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે હકીકતના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. સ્વર્ગવાસી પિતા રમણભાઈના મોત માટે પોતાને જવાબદાર ગણી આપઘાત કરનાર રજનીકાંત પરમારના કેસ બાબતે પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે આગળ વધવું જોઈએ : જામસાહેબે

Ahmedabad Samay

ગ્રેડ પે મામલે ગત રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી જોડાયા ઉત્તરભારતીય વિકાસ પરિસદમાં અન્ય લોકોને પણ મોટા પ્રમાણમાં જોડાવા અપીલ કરી

Ahmedabad Samay

લગ્ન કે અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો