August 9, 2026
Other

કાજલબેન હિન્દુસ્તાનીને ફસાવવા ખોટી ફરિયાદો / અરજીઓ સમક્ષ હિન્દૂ સેના કાજલ હિન્દુસ્તાની આપ્યું સમર્થન, કલેક્ટર શ્રીને આપ્યું આવેદનપત્ર

તાજેતરમાં રાજકીય માણસો દ્વારા કાજલબેન હિન્દુસ્તાનીને ફસાવવા ખોટી ફરિયાદો / અરજીઓ થઈ રહી છે. કાજલબેન હિન્દુસ્તાની બહેન દીકરીઓને ન્યાય મળે તે માટે લડી રહ્યા છે. તેઓનું મનોબળ તોડવા અમુખ રાજકારણીય માણસો ખોટી એફ. આઈ. આર ઊભી કરી કાજલબેન હિન્દુસ્તાનીની લવ જેહાદ તેમજ ધર્માન્તરણના ગ્રાઉન્ડ પર કામ કરતા અટકાવવાનો પ્રયાસ અમુખ રાજકીય લોકો કરી રહ્યા છે.

કાજલબેન હિન્દુસ્તાનીએ લવ જેહાદમાં ઘણી દીકરીઓને બચાવેલ છે અને લેન્ડ જેહાદ પર ઉચ્ચસ્તરીય કામગીરી કરેલ છે જેને લઈ અમુક રાજકીય લોકો દ્વારા પોતાના રાજકીય રોટલા સેકવા કાજલબેનને નિશાન બનાવી તેમના વિરુદ્ધ ખોટો દુષ્પ્રચાર કરી તેજમ સોશિયલ મિડીયાના માધ્યમથી મનોજ પનારા અને ભૂપત ધમસાણીયા દ્રારા કાજલબેનના ફોન નંબર ગેરકાયદેસર રીતે વાયરલ કરી એક સ્ત્રીનું અપમાન કરીને સોશિયલ મિડિયા પર તેમનો નંબર વાયરલ કરેલ છે અને તાજેતરમાં જ મીડીયા સમક્ષ કાજલબેનની આંગળી કાપવાની ધમકી આપી છે

જેથી બેનના જીવનું જોખમ હોય અને આવી ધમકીથી સમાજમાં જાતિવાદ, નફરત, વૈમનસ્ય, ધૃણા તેમજ કાયદો અને પરિસ્થિતી લથડી શકે તેમ હોય આવા લોકોને સરકારશ્રી દ્વારા ઉઘાડા પાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમના પર કાયદાકીય પગલાં લઈ ચોક્કસ કાર્યવાહી કરી કાજલબેન હિન્દુસ્તાનીને ન્યાય આપે તેવી હિન્દુ સેના દ્વારા કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Related posts

અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી આવશે

Ahmedabad Samay

હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણાં વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું

Ahmedabad Samay

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો