કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરનારા બંને શૂટરો ઝડપાયા,રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કેસમાં શૂટર નીતિન ફૌજી અને રોહિત રાઠોડની પણ ધરપકડ. આ સાથે આ હત્યાનું કાવતરું કરનારા સહિત તમામ ત્રણે ત્રણ આરોપી ઝડપાઈ ગયા છે.
કેનેડામાં રચાયું કરણી સેના સુપ્રીમો ગોગામેડીની હત્યાનું ષડયંત્ર: માસ્ટરમાઈન્ડ રાજસ્થાનનો ગેંગસ્ટર રોહિત ગોદારા:કેનેડામાં બેઠા બેઠા રચ્યું કરણી સેના સુપ્રીમો ગોગામેડીની હત્યાનું ષડયંત્ર: ત્રણ આરોપીની ધરપકડ બાદ વિસ્ફોટ: હત્યાનું પ્લાનિંગ કરનાર માસ્ટરમાઈન્ડ રાજસ્થાનનો ગેંગસ્ટર રોહિત ગોદારા, તેણે આ જવાબદારી વીરેન્દ્રને સોંપી અને વીરેન્દ્રએ શૂટર નીતિન ફૌજી તથા રોહિત રાઠોડને સોપારી આપી હતી,
