September 27, 2026
Other

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

જુના નામના કારણે, ક્યારેક જુદા સ્પેલિંગના કારણે, તો ક્યારેક બદલાયેલા નામના કારણે, શું તમે સરકારી કામ કરાવવા દરમિયાન મુશ્કેલી સહન કરી રહ્યા છો? સરકારી ડોક્યુમેન્ટ્સમાં તમારું નામ કે અટક બદલવાની ગેજેટમાં પ્રસિદ્ધિ કરાવી છે? તમને થશે કે આ મોટી પડકારજણનું કામ છે, તો ધ્યાન આપો હવે આ કાર્ય એકદમ સરળ થઈ ગયું છે. આવો જાણીએ નામ કે અટક બદલવાની પદ્ધતિ. જેને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવાની પદ્ધતિ માટેના પગલાં,જે ભાષામાં નામ બદલવું હોય તે ભાષામાં ફોર્મ ભરવું.રૂપિયા 50 ના સ્ટેમ્પ પેપર ઉપર તે જ ભાષામાં સોગંધનામું કરવું.જુના નામ પ્રમાણેના દસ્તાવેજી પુરાવા બીડવા. અરજી દીઠ નિયત કરેલી ફી ભરવી.દસ્તાવેજો સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીની કચેરી રાજકોટ ખાતે મોકલવા.દર ગુરુવારે બદલાયેલા નામ અટકને પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં તમારું નામ ચકાસી લેવું.
નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવાની પદ્ધતિ માટેના પગલાં :જો તમારે ઓનલાઇન પ્રક્રિયા કરવી હોય તો તે પણ શક્ય છે.

http://egazette.gujarat.gov.in  પર યુઝર આઈ-ડી બનાવો.યુઝર આઈ-ડીને પોતાના મોબાઈલ નંબર પર OTP થી વેરિફાય કરો.લોગ-ઈન આઈડી અને પાસવર્ડ વડે લોગ-ઈન કરો.દર્શાવાતી સ્ક્રીન ઉપર અંગ્રેજી કે ગુજરાતીનો ઓપ્શન પસંદ કરો.જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.સર્ચ મોડમાં ફોર્મનું સ્ટેટસ જાણી શકાશે. ગેઝેટ દર ગુરુવારે QR કોડ તથા ડિજિટલ સિગ્નેચર સાથે અપલોડ કરવામાં આવે છે, જે વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે.
તાત્કાલિક અને એકાકી નામ કે અટક બદલવા માટે બે ખાસ સેવાઓ ઉપલબ્ધ છે:અસાધારણ ગેઝેટમાં એકાકી નામ અટક બદલવાની તાત્કાલિક પ્રસિદ્ધિ માટે નિયત કરેલી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે.બધા જ દસ્તાવેજો પરિપૂર્ણ થતા હોય તેવી અરજીની ફક્ત ત્રણ જ દિવસમાં અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં આવશે.સાધારણ ગેઝેટમાં એકાકી નામ અટક બદલવાની પ્રસિદ્ધિ માટે નિયત કરેલી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે.બધા જ દસ્તાવેજો પરિપૂર્ણ થતા હોય તેવી અરજીની દર ગુરુવારે પ્રસિદ્ધિ કરવામાં આવશે

Related posts

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

Ahmedabad Samay

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 36 દિવસથી જંતર મંતર પર કરી રહી હતી વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી હાથધરાઈ હતી તે દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Ahmedabad Samay

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મમાં રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ દેખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો