September 30, 2026
Other

સેવ અર્થ NGO દ્વારા અબોલા પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરાયું

હાલ ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે એવી કાળઝાળ ગરમીમાં લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ થતું હોય છે તેવામાં સેવ અર્થ એનજીઓ દ્વારા અબોલા પક્ષીઓ માટે સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે

આગામી સમયમાં શરૂ થનારી તીવ્ર ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સેવ અર્થ એનજીઓ દ્વારા ડીઆરએમ ઓફિસ, અમદાવાદના પરિસરમાં, ડીઆરએમ શ્રી સુધીર કુમાર, જે.સી. બેંકના ડાયરેક્ટર શ્રી સંજય સૂર્યબલી, શ્રીમતી સંધ્યા યાદવ અને સેવ અર્થ એનજીઓ ની ટીમ  દ્વારા  રેલ્વે કર્મચારીઓ, ખાનગી સફાઈ કામદારો અને અધિકારીઓને હાથથી બનાવેલા માટીના કુંડાનો વિનામૂલ્યે વિતરણ કર્યું હતું,

જેમાં તેઓ પાણી ભરીને  તેમના ઘર/ઓફિસ. ટેરેસ/બાલ્કનીમાં રાખી શકાય છે અને તરસ્યા પક્ષીઓને પાણી મળી શકે છે અને સાથે સાથે જે કુંભારો પોતાના હાથે માટીના ઘડા બનાવે છે તેમને પણ રોજીરોટી મળી રહે. આવા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આપણે વારંવાર આવા કલ્યાણકારી કાર્યો સેવ અર્થ NGO દ્વારા કરવામાં આવતા હોય છે.આ પુણ્ય કાર્યમાં 300 થી વધુ લોકોએ આ કુંડ પ્રાપ્ત કરી આ ભગીરથ કાર્યમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતુ.

Related posts

કવિતા ભાભી દેખાશે હવે બીગબોસમાં

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

મંગળ મજબૂત લાભ આપશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે; ભાઈ-બહેન સાથે થઈ શકે છે વિવાદ

Ahmedabad Samay

જ્યારે અમદાવાદ 40.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

Ahmedabad Samay

માંગરોળમાં પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ પતિએ યુવાનના માથામાં લાકડું ફટકાર્યું

Ahmedabad Samay

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો