૨૪ સપ્ટેમ્બર ના રોજ અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વાર્ષિક વર્ષગાઠ હોવાના કારણે ગુજરાત રાજ્યની અમદાવાદ ખાતે મુખ્ય કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી, અમદાવાદના તમામ પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ નો સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુજરાત રાજ્યમાં સંગઠન ને વધુ મજબૂત કરવા માટે દિશા નિર્દેશ કર્યા હતા અને સંગઠન કેમ જરૂરી છે તે જણાવ્યું હતું,
અમદાવાદ જીલ્લા મહામંત્રી શ્રી નીરજ ભદોરીયા એ યુવાનો ને વધુમાં વધુ આ સંગઠન માં જોડવાની અપીલ કરી હતી અને આવનારી પેઢીને હિન્દૂ ધર્મ વિશે બાળપણથી જ જાગૃત કરવા ની દિશામાં આગળ વિચારવુ જોઈએ જણાવ્યું હતું.