August 9, 2026
ગુજરાત

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા શાંતિથી અને ભાઇચારાનાં માહોલમાં પસાર થાય તે માટે પોલીસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક ટીમ છેલ્લા એક માસથી સતત દોડી રહી છે. આજ સાંજથી હવે પ્રેક્‍ટિસ બાદ ખરો બંદોબસ્‍ત શરૂ થશે, બીજા શબ્‍દોમાં કહીએ તો આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં આવી જશે.

આજે પોલીસ દ્વારા મેગા રિહર્સલ યોજવામાં આવેલ જેમાં તમામ સિનિયર જુનિયર અધિકારીઓ પણ સામેલ થયેલ. આજે સંભવત મુખ્‍યમંત્રી તથા ગૃહમંત્રી આરતી કરવા આવશે. સ્‍થાનિક, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધી પણ ભાજપના ગુજરાતના ગઢમાં ગુજરાતભરમાં અરેરાટી જગાવનાર રાજકોટ ગેમઝોન કાંડ પગલે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવનાર હોય પોલીસ બંદોબસ્‍તની રણનીતિમાં ફેરફાર કરી કોઈ ઘર્ષણ ન જાગે તે માટે અને પોલીસ  ઉપર કોઈ બિન જરૂરી આરોપ ન મુકાય તે માટે ખાસ કાળજી રાખવા મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.

કાલે સવારે યોજાનાર મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી દ્વારા મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવશે.

ભગવાનના મામાનુî ઘર ઍટલે સરસપુર આ વિશાળ વિસ્તારના લોકો ભગવાનના તથા તેમના ભક્તો માટે ભાવતા ભોજનિયા ­સાદ સહિત મામેરા કાર્યક્રમ હોય તથા રથયાત્રામાî જાડાયેલા અહી ભોજન ­સાદ ગ્રહણ કરવાનાî હોય આ સ્થળની અગત્યતા ધ્યાને રાખી સ્પેશ્યલ બ્રાન્ચના વડા અને બîદોબસ્ત સ્કિમ જેમના માર્ગદર્શન હેઠળની ટીમે બનાવી છે તેવા આ વિસ્તારના ઇન્ચાર્જ અજય ચોધરી દ્વારા અચાનક સાîજથી ફૂટ પેટ્રોલિîગ યોજેલ. સેકટર વડા નીરજ બડગુજ્જર તમામ ડીસીપી સાથે રૂટ નિરીક્ષણ કરેલ. રથયાત્રાની મોખરે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિîઘલ, ડીસીપી અજિત રાજિયાન ટીમ રહેશે.

Related posts

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

દેવ પંદિરકરે ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશન માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

ગુજરાતમાં ૧૭મી બાદ ખુલી શકે છે લોકડાઉન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો