September 21, 2026
ગુજરાત

૧૫ થી ૧૬ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા ૧૭ થી ૨૫ જૂલાઈ ભારે વરસાદ રહેશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

અંબાલાલની આગાહી અનુસાર, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ચોમાસાની ઘટ પુરી કરશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી જોવા મળી શકે છે.

Related posts

બેંક કર્મીઓને ઇલેક્શનની ટ્રેનિંગ ના પગલે બેંકનો સમય બદલાયો, ૦૧ થી ૦૪ વાગ્યાનો સમય કરાયો

Ahmedabad Samay

ગુજરાતમાં પણ ‘ લવ જેહાદ ‘ વિરુદ્ધ કાયદાના ભણકારા

Ahmedabad Samay

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે ઇસુદાન ગઢવીનું નામ જાહેર,૭૩ ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા.

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય વાર્ષિક સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો