વડોદરામાં બનેલા લવ જેહાદ ના કિસ્સાને લઇ ને ભાજપના કેટલાક નેતાઓએ માંગ કરી છે કે, રાજ્યમાં પણ “લવ જેહાદ”ના કેસ વધી રહ્યાં છે કે કેમ? આ માટે અલગથી એક કાયદો બનાવવામાં આવે, ત્યારે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતમાં ‘લવ જેહાદ’ કાયદાને લઈને કોઈ પણ બાળકીને ફોસલાવવાનો પ્રયત્ન કરે, તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી જ જોઈએ. મારો મત મુખ્યમંત્રી કરતાં અલગ હોઈ શકે છે.
વડોદરાની મુલાકાતે પહોંચેલા પાટીલે ભાજપના ધારાસભ્ય શૈલેષ મેહતા અને સાંસદ મનસુખ વસાવા તરફથી ઉત્તર પ્રદેશની સરકારની જેમ ગુજરાત સરકાર પાસે “લવ જેહાદ”નો કાયદો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતા કરવામાં આવેલી માંગનો જવાબ આપતા જણાવ્યું કે, તેઓ ખુદ તેમની સાથે સહમત છે. જો કે કોઈ એકાદ ધારાસભ્યના પત્રથી કોઈ ફર્ક નથી પડવાનો, તમામની સહમતિ આવશ્યક છે. આમ છતાં “લવ જેહાદ”ની ઘટનાઓ પર લગામ લગાવવા માટે કડક કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ
આ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, “લવ જેહાદ” પર અનેક રાજ્યોમાં ચર્ચાઓ થઈ રહી છે. આથી ગુજરાતમાં પણ તેની ચર્ચા થાય તે સ્વાભાવિક છે. જ્યારે સમય આવશે, ત્યારે અમે તેના વિશે વિચારીશું. મુખ્યમંત્રી રૂપાણીએ આણંદ જિલ્લામાં ખેડૂત સંમેલન દરમિયાન આ વાત કહી હતી. રૂપાણી અહીં કૃષિ કાયદા અંગે લોકોમાં જાગૃક્તા ફેલાવવા માટે ભાજપના અભિયાન અંતર્ગત પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી રૂપાણીની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે વડોદરામાં એક વિધર્મી વિવાહને પગલે તનાવની સ્થિતિ સર્જાયી છે. જ્યાં એક કપલે મુંબઈની એક મસ્જિદમાં “નિકાહનામા”માં પોતાના લગ્નની નોંધણી કરાવી હતી. આ કપલ 16 ડિસેમ્બરની રાત્રે જ્યારે વડોદાર પરત ફર્યા, ત્યારથી તનાવની સ્થિતિ ઉભી થઈ છે. હાલ પોલીસે કપલ અને તેમના પરિવારોનું કાઉન્સિલિંગ કરાવી રહી છે અને બન્ને જણાને થોડા સમય માટે પોત-પોતાના ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે.