September 22, 2026
અપરાધગુજરાત

શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા છે. મળી આવેલા ગાંજાની કિંમત અંદાજે 1 કરોડની હોવાનું કહેવાય છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વિદેશથી પોસ્ટ દ્વારા હાઈબ્રીડ ગાંજો મંગાવવામાં આવેલ હતો. કુલ 37 પાર્સલ કબજે કરવામાં આવ્યા છે. અલગ અલગ દેશમાંથી ગાંજાના પાર્સલ આવ્યા હતા. અમેરિકા, કેનેડા થાઈલેન્ડથી  પાર્સલ આવ્યા હતા. આ પાર્સલ દેશના અલગ અલગ જિલ્લાઓમાં જવાના હતા

અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના એક કરોડ થી વધુની કિંમતના 37 પાર્સલ જપ્ત કર્યા છે. પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો

અગાઉ પણ આ રીતે અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.અમદાવાદની સાયબર ક્રાઈમે ડ્રગ્સના પેકેટ ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે.

અગાઉ પણ પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. આ ડ્રગ્સ પાર્સલમાં રમકડા,ખાવાની ચિપ્સ અને બિસ્કિટના પેકેટમાં છૂપાવીને લવાતું હતું. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરાઈ છે.

Related posts

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

કેન્‍દ્રીય ગૃહમંત્રી  શાહના નજીકના સાથી જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની આંતરિક સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક અધ્યય ઓનલાઇન કોર્ષ શરૂ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો