November 6, 2026
દેશરમતગમત

રમત-ગમતના મહાકુંભ ઓલિમ્પિકસમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો અને ૦૬ મેડલ મેળવ્યા

ઓલિમ્‍પિકમાં ભારતની સફર પૂરી થઈ ગઈ છે. ૨૬મી જુલાઈથી ૧૧મી ઓગસ્‍ટ સુધી ચાલનારા આ રમત-ગમતના મહાકુંભમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન, ઘણા ભારતીય એથ્‍લેટ્‍સ ચોથા સ્‍થાને રહ્યા અને મેડલ ચૂકી ગયા. તેમાં પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, નિખાત ઝરીન અને લવલીના બોર્ગોહેન જેવા ઘણા મોટા નામ સામેલ છે. જયારે વિનેશ ફોગાટ કમનસીબે મેડલ જીતી શકી ન હતી. બીજી તરફ નીરજ ચોપરા, મનુ ભાકર, સ્‍વપ્‍નિલ કુસલે, સરબજોત સિંહ, અમન સેહરાવત અને ભારતીય હોકી ટીમે મળીને ૬ મેડલ જીતીને પેરિસમાં ભારતીય ધ્‍વજ લહેરાવ્‍યો હતો.

જો કે, આ પ્રદર્શન સંતોષકારક ન હતું, કારણ કે ભારતીય ચાહકો મોટી ટુકડી અને ઘણા અનુભવી એથ્‍લેટ્‍સને કારણે વધુ અપેક્ષા રાખતા હતા. શું તમે જાણો છો આ ૬ મેડલ માટે કેટલો ખર્ચ થયો? આવો અમે તમને દરેક રમત અને ખેલાડીઓની તાલીમ પર થયેલા ખર્ચની વિગતવાર માહિતી આપીએ.

પેરિસ ઓલિમ્‍પિકમાં ગયેલા ભારતના ૧૧૭ ખેલાડીઓની ટ્રેનિંગ પર કુલ ૪૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે આપણો દેશ ૬ મેડલ જીતી શક્‍યો. એટલે કે એક મેડલ માટે ભારતને લગભગ ૭૮.૩૩ કરોડ રૂપિયા ખર્ચવા પડ્‍યા હતા. જો આપણે વિવિધ રમતો વિશે વાત કરીએ, તો ૧૬ રમતો પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્‍યો હતો. એથ્‍લેટિક્‍સની વિવિધ રમતો માટે કુલ રૂ. ૯૬.૦૮ કરોડ  ફાળવવામાં આવ્‍યા હતા, જેમાં માત્ર નીરજ ચોપરા સિલ્‍વર જીતવામાં સફળ રહ્યો હતો. આ પછી બેડમિન્‍ટન પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્‍યો.

પીવી સિંધુ, લક્ષ્ય સેન, સાત્‍વિકસાઈરાજ, રેન્‍કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી અને એચએસ પ્રણોયે બેડમિન્‍ટનમાં ભાગ લીધો હતો. તેમની તાલીમ પાછળ કુલ ૭૨.૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. જોકે, કોઈ મેડલ જીતી શક્‍યું ન હતું. બોક્‍સિંગ આ મામલે ત્રીજા સ્‍થાને છે, જેમાં લવલિના બોર્ગોહેન અને નિખત ઝરીન સહિત ૬ બોક્‍સરોએ ભાગ લીધો હતો. તેમની ટ્રેનિંગ માટે ૬૦.૯૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. શૂટિંગ સ્‍પોર્ટ્‍સ પાછળ ૬૦.૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. જેમાં મનુ ભાકર અને સરબજોત સિંહે મળીને ૩ મેડલ જીત્‍યા હતા. હોકીની તાલીમમાં રૂ. ૪૧.૩ કરોડ અને કુસ્‍તીની તાલીમમાં રૂ. ૩૭.૮ કરોડનો ખર્ચ થયો હતો. તીરંદાજી પાછળ ૩૯.૧૮ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

પેરિસ ઓલિમ્‍પિકમાં ભારતે કુલ ૬ મેડલ જીત્‍યા હતા, જેમાંથી ૪ વ્‍યક્‍તિગત અને ૨ ટીમ ઈવેન્‍ટમાં હતા. જેમાં ભારતના સ્‍ટાર એથ્‍લેટ અને સિલ્‍વર મેડલ વિજેતા નીરજ ચોપરાની ટ્રેનિંગ માટે સૌથી વધુ ૫.૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. જયારે શૂટિંગમાં બ્રોન્‍ઝ જીતનાર મનુ ભાકર પર ૧.૬૮ કરોડ રૂપિયા અને ટીમ ઈવેન્‍ટમાં તેને સપોર્ટ કરનાર સરબજોત સિંહની ટ્રેનિંગ પર ૧.૪૬ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્‍યા હતા. શૂટિંગમાં જ બ્રોન્‍ઝ જીતનાર સ્‍વપ્‍નિલ કુસલેને લગભગ ૧.૬ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. મેડલ વિજેતાઓમાં સૌથી ઓછો ખર્ચ (૭૨.૪૧ લાખ) ૨૨ વર્ષના અમન સેહરાવત પર થયો હતો.

ઘણા ભારતીય એથ્‍લેટ્‍સ મેડલથી થોડાક જ ડગલાં દૂર રહ્યા હતા. આમાં ઘણા મોટા નામ સામેલ હતા. જેમાં સૌથી ઓછો ૭૦.૪૫ લાખ રૂપિયાનો ખર્ચ વિનેશ ફોગાટ પર થયો હતો. સૌથી વધુ પૈસા સાત્‍વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી પર ખર્ચવામાં આવ્‍યા હતા. વિવિધ યોજનાઓ હેઠળ તેમની તાલીમ માટે ૫.૬૨ કરોડ રૂપિયા આપવામાં આવ્‍યા હતા. જયારે પીવી સિંધુ પર ૩.૧૩ કરોડ રૂપિયા, મીરાબાઈ ચાનુ પર ૨.૭૪ કરોડ રૂપિયા, અનીશ ભાનવાલા પર ૨.૪૧ કરોડ રૂપિયા, રોહન બોપન્ના પર ૧.૫૬ કરોડ રૂપિયા, મનિકા બત્રા પર ૧.૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્‍યા છે…

Related posts

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

Ahmedabad Samay

સરકારનો મોટો નિર્ણય, ૫૯ જેટલી ચાઇનીઝ એપ પર રોક

Ahmedabad Samay

મનસુખ માંડવિયાએ અચાનક મુલાકાતમાં જયારે તેઓ બેન્ચ પર બેસવા જતા હતા ત્યારે સુરક્ષાકર્મીએ ડંડો માર્યો હતો

Ahmedabad Samay

અલલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, લાઉડ સ્પીકર વડે અઝાન પર પ્રતિબંધ યોગ્ય.

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

વંદે માતરમ વગાડવામાં આવે ત્‍યારે દરેક વ્‍યક્‍તિએ ઉભા રહેવું હવે થી આવશ્‍યક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો