કોરોના વાયરસ હવે સટ્ટેબાજોનું નવો ફેવરિટ વિષય બની ગયો છે. લગભગ અડધા સટ્ટેબાજ માત્ર કોરોના પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાથે જ કોરોના પર કયા નેતા શું નિવેદન આપશે. તેના પર પણ સટ્ટેબાજ ખૂબ જ સટ્ટો લગાવી રહ્યા છે. મોટાભાગની ગેમ્સ પ્રતિયોગિતા બંધ હોવાને કારણે સટ્ટેબાજ હવે નાની ગેમ્સ પર દાવ લગાવી રહ્યા છે.
કોરોના પર સટ્ટો, આ નવો ટ્રેન્ડ સટ્ટેબાજોમાં ચાલી રહ્યો છે. કેટલીક ગેરકાયદેસર ગેમ્બલિંગ સાઈટ્સ આ અંગે સટ્ટો લગાવી રહી છે. તેમાં એક દિવસમાં કેટલા લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવશે તેના આંકડા પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાઈટ્સ પર દ્યણા બધા ઓપ્શન્સ પણ આપવામાં આવી રહ્યા છે, જેમકે કોરોના વાયરસના આંકડા પર સટ્ટો લગાવી શકાય, તેમજ કોરોના વાયરસના દર્દીઓનો આંકડો અગાઉના દિવસ કરતા વધારે રહેશે કે ઓછો રહેશે વગેરે ઓપ્શન આપવામાં આવે છે. કોરોના વાયરસના લોકડાઉનના આ સમયમાં દુનિયાભરમાં સટ્ટાની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. હાલના લોકડાઉનના આ સમયમાં સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સહિતના વિવિધ દેશોમાં સટ્ટાની સંખ્યામાં રેગ્યુલર સમય કરતા પણ વધારો નોંધાયો છે. આ અંગે મનોચિકિત્સકોનું કહેવું છે કે, લોકડાઉનના આ સમયમાં કોઈ દારૂડિયાને વ્હિસ્કીના મળે તો સસ્તો દારૂ પણ પી લે છે, તેમ સટ્ટેબાજો હાલ બધી જ ગેમ્સ બંધ હોવાને કારણે કોરોના વાયરસ પર સટ્ટો લગાવી રહ્યા છે.