August 7, 2026
Other

ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે મુંબઇના વાનખેડે સ્‍ટેડીયમ ખાતે રમાયેલ ટી-ર૦ મેચોની છેલ્લી મેચમાં થયો મહા વિજય

ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે મુંબઇના વાનખેડે સ્‍ટેડીયમ ખાતે રમાયેલ ટી-ર૦ મેચોની છેલ્લી મેચમાં મહા વિજય મેળવી ૪-૧ થી સિરીઝ જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમે ૨૪૮ રનનો લક્ષાંક આપ્‍યો હતો. જવાબમાં ઇંગ્‍લેન્‍ડની ટીમની વિકેટો ટપોટપ પડવા લાગી હતી. ભારત સામે ઈંગ્‍લેન્‍ડની ટીમે સરેન્‍ડર કરી દીધુ હતું અને ૨૪૮ રનના ટાર્ગેટ સામે ૯૭ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્‍લેડની ટીમ ૧૦.૩ ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી અભિષેક શર્માએ મેચમાં સદી ફટકારી હતી.

જ્‍યારે વરૂણ અને શિવમ દુબેએ પણ કમાલ કરી હતી.ભારતીય ટીમ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચમા રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ હારીને -થમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે ૨૪૮ રનનો લક્ષ્યાંક રાખ્‍યો હતો. જવાબમાં ઇંગ્‍લેન્‍ડની ટીમ ૧૦.૩ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી અભિષેક શર્માએ , વરૂણ  અને શિવમ દુબેએ પણ કમાલ કરી હતી.

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે ર૪૮ રનનો લક્ષ્યાંક રાખ્‍યો હતો. જવાબમાં ઇંગ્‍લેન્‍ડી ટીમ ૧૦.૩ એ ઓવરમા઼ ઓલઆઉટ થઇ ગઇ હતી અને લક્ષયાંકનો પીછો કરતા ૯૭ રન બનાવી શકી હતી. ભારતીય ટીમએ ૧પ૦ રન રનથી મેચ જીતી લીધી છે.

ઓપનર અભિષેક શર્માએ ટીમને ધમાકેદાર શરૂઆત આપી અને પહેલા ૧૭ બોલમાં ફિફ્‌ટી ફટકારી. આ પછી તેણે તેને બીજી સૌથી ઝડપી સદીમાં રૂપાંતરિત કરી. અભિષેકે ૩૭ બોલમાં ઝડપી સદી ફટકારી. આમ, તે ટી-ર૦આંતરરાષ્‍ટ્રીયમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બન્‍યો છે.

તેણે સંજુ સેમસનનો રેકોર્ડ તોડ્‍યો છે, જેમણે ૪૦ બોલમાં સદી ફટકારી હતી. જોકે, ભારતીયોમાં રોહિત શર્માના નામે ૩૫ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે, જે હજુ પણ અતૂટ છે. એકંદરે ટી-૨૦ આંતરરાષ્‍ટ્રીયમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ એસ્‍ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. ગયા વર્ષે ૧૭ જૂન ૨૦૨૪ ના રોજ તેણે સાય-સ ટીમ સામે ૨૭ બોલમાં સદી ફટકારી હતી.

આ મેચમાં અભિષેકે ભારતીય ટીમ માટે ૫૪ બોલમાં ૧૩૫ રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે ૧૩ છગ્‍ગા અને ૭ ચોગ્‍ગા ફટકાર્યા. જ્‍યારે તિલક વર્માએ ૧૫ બોલમાં ૨૪ રન બનાવ્‍યા. અભિષેક અને તિલક વચ્‍ચે બીજી વિકેટ માટે ૪૩ બોલમાં ૧૧૫ રનની ભાગીદારી થઈ. શિવમ દુબેએ ૧૩ બોલમાં ૩૦ રન બનાવ્‍યા. ઇંગ્‍લેન્‍ડ તરફથી બ્રાઇડન કાર્સે સૌથી વધુ ૩ વિકેટ લીધી. જ્‍યારે માર્ક વુડને ૨ સફળતા મળી.મોહમ્‍મદ શમીએ ૩, વરૂણ-દુબે  અને અભિષેકે ર-ર વિકેટો લીધી હતી.

Related posts

અમદાવાદના વાડજ વિસ્તારમાં બની એસિડ અટેકની ઘટના

Ahmedabad Samay

કારગિલ વિજય દિવસની ઐતિહાસિક ગાથા

Ahmedabad Samay

નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે આગળ વધવું જોઈએ : જામસાહેબે

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

લોકડાઉનના કારણે મારુતિ એપ્રિલમાં એક પણ કારની વેચાણ કરી શકી નહીં.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો