રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજપૂત સમાજ સહિત સમાજના તમામ વર્ગના લોકોમાં રોષ વધી રહ્યો છે.રાજપૂત સમાજે કાલે જયપુર બંધનું એલાન આપ્યું છે,
ગોગામેડીના પરિવારજનો અને રાજપૂત સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો, સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ, મૃતકના પરિવારને વળતર, પરિવારને સુરક્ષા, અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી.
પરિવારના સભ્યોને વળતર આપવા અને ગોગામેડીને સુરક્ષા ન આપનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી .સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ ને લગતે ચૈનપુરા બાડામાં ગ્રામજનોનું પ્રદર્શન ચાલુ, ગ્રામજનોએ રોડવેઝની બસ પર કર્યો પથ્થરમારો, પથ્થરમારો કરીને રોડવેઝની બસને નુકસાન પહોંચાડ્યું.
