July 21, 2026
અપરાધ

એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો

અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં એક હોટલમાં મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળી રહી છે.

અમદાવાદ શહેરની એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મામલાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. 22 વર્ષીય યુવતી સાથે હોટલમાં એક યુવક પણ હતો. મહિલાને ગળે ફાંસો આપીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યા પાછળ કારણ જાણવા તપાસ તેજ કરવામાં આવી છે તેમજ હત્યારાને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

22 વર્ષીય નસરીન બાનુ નામની યુવતીનો મૃતદેહ હોટલના રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસને યુવતી સાથે હોટલમાં આવેલા એક યુવક પર શંકા છે, જે જમવાનું બહાનું કરીને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે, યુવક અને યુવતી હોટલમાં આવ્યા હતા અને રૂમ નંબર 108માં તેઓ રોકાયા હતા. યુવક જમવાનું કહીને હોટલની બહાર ગયો હતો. બાદમાં યુવક કલાકો સુધી પરત ફર્યો ન હતો. હોટલ સ્ટાફે રૂમમાં જઈને જોયું તો રૂમનો દરવાજો ખુલ્લો હતો અને યુવતી મૃત હાલતમાં બેડ નીચે પડી હતી. તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં કોલ કરીને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ માટેની કાર્યવાહી શરુ કરી છે.

નસરીન બાનુ બપોરે 12.25 વાગ્યે એક યુવક સાથે હોટલ તંદુરમાં આવી હતી અને તેમણે રૂમ નંબર 108 બુક કરાવ્યો હતો. થોડા સમય બાદ યુવકે હોટલ સ્ટાફને કહ્યું કે તે જમવાનું લેવા બહાર જઈ રહ્યો છે. જો કે, કલાકો સુધી તે યુવક પરત ન ફરતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. સાંજના સમયે સ્ટાફે રૂમની તપાસ કરતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને અંદર બેડ નીચે નસરીન બાનુનો મૃતદેહ પડેલો હતો.

Related posts

અમદાવાદના બે ચેઇન સ્નેચર હાઈસ્પીડ બાઈક પર મોડાસામાં મહિલાની ચેઇન સ્નેચ કરવામાં નિષ્ફળ : રૂરલ પોલીસે જેટ સ્પીડમાં દબોચી લીધા

Ahmedabad Samay

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

Ahmedabad Samay

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

Ahmedabad Samay

અમદાવાદ: SVP હોસ્પિટલમાં 25 વર્ષીય યુવતીએ 12મા માળેથી મોતની છલાંગ લગાવી, કારણ અકબંધ

Ahmedabad Samay

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો