December 3, 2024
અપરાધ

પીપળજ રોડ પર આવેલા ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં 12 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

અમદાવાદના પીરાણા વિસ્તાર ખાતેપી પળજ રોડ પર ગણેશનગરના રેવા એસ્ટેટની કેમિકલની ફેક્ટરીમાં બુધવારે 11 વાગ્યા પછી બોઇલર ફાટ્યું હતું. જેના કારણે બાજુમાં કોમન દિવાલ ધરાવતા નાનુકાકા એસ્ટેટમાં આવેલા 3-4 શેડ્સની દિવાલો અને છત તૂટી પડી હતી. જેમાં સાહિલ એન્ટરપ્રાઇઝ નામના કાપડના ગોડાઉનમાં પેકિંગનું કામ કરતા મજૂરો દટાઇ ગયા હતા.

એક બાજુ તુટી પડેલ શેડ્સ અને બીજી બાજુથી આગને કારણે કામદારોને બચવાનો કોઇ રસ્તો જડ્યો નહતો. ઘટના સમયે ગોડાઉનમાં 25 જેટલા સ્ત્રી-પુરુષો કામ કરી રહ્યા હતા. અચાનક આ ઘટનાને કારણ તેમને ત્યાંથી નીકળવાની તક મળી નહતી.

ઘટનાની જાણ થતાં 24 ગાડીઓ અને 60 જવાનો સાથેને ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પાછળથી NDRFની 30 સભ્યોની ટીમ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાઇ હતી. જવાનોએ યુદ્ધના ધોરણે કાટમાળ નીચેથી ફસાયેલાઓને કાઢ્યા હતાં.

આ દુર્ઘટનાને લઇને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ટ્વિટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર માટે જેટલો પ્રેમ છે એટલો ગુજરાત માટે પણ રાખો.

તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વિપક્ષ નેતા બનેલાં કમળાબેન ચૌહાણે પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ ઘટનાને વખોડુ છું. સવારે આ ઘટનાની ઘટી પણ ભાજપના કોઈ શાસક નહોતુ આવ્યું. જો કે પીએમના ટ્વીટ બાદ તંત્ર દોડતુ થયું હતું. મેયરે સામન્ય ઘટના ગણાવી તે નીંદનીય છે.

12 લોકોનો ભોગ લેવાયો છતાં મેયર બિજલ પટેલને ઘટના સામાન્ય લાગી

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર કાપડના ગોડાઉનમાં આગથી 12 લોકોના મોત નીપજયાં છતાં શહેરના મેયર બિજલે પટેલે સામાન્ય ઘટના ગણાવતા વિવાદ સર્જાયો છે. બુધવારે સવારે 11 વાગે પીરાણા પીપળજ રોડ પરના ગણેશનર વિસ્તારમાં કેમિકલ ફેકટરીમાં વિસ્ફોટ બાદ બાજુના ગોડાઉનોમાં દિવાલો અને છત તૂટી પડી હતી. સાથે આગ પણ લાગી જતાં 18થી 20 લોકો તેની નીચે દટાઇ ગયા હતાં.

ગોડાઉન ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું

નોંધનીય છે કે રેવા એસ્ટેટમાં આવેલ સાહિલ એન્ટરપ્રાઇઝમાં કાપડના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. જેમાં 9ના મોત નિપજ્યાં છે અને 9 દાખલ તેમજ હજી 2 લોકો દટાયેલાં છે. જાણવા મળી રહ્યું છે કે, આ ગોડાઉન ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિનું છે. પોલીસે હાલમાં કાપડના ગોડાઉન માલિકની પૂછપરછ શરૂ કરી છે.

.

અમદાવાદમાં આટલો મોટો ગેરકાયદેસર ગોડાઉ સરકારી બાબુઓ ના નજરે કેમ ન પડી?

શુ સરકારી બાબુ અને ગોડાઉન ના માલિક ની મિલીભગત હતી?

 

Related posts

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

નાગા સાધુ ના વેશમાં ફરતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

શ્રુષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે.

Ahmedabad Samay

નકલી નોટો સાથે બે શખ્સની ઉજાલા સર્કલે ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો